Western Times News

Gujarati News

હોટેલ રૂમ-હોસ્પિટલના રૂમ સહિતની વસ્તુઓ મોંઘી થશે

મુંબઈ, ગુડ્‌સ એન્ડ સર્વિસ કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં કર્ણાટકના નાણામંત્રીએ રજૂ કરેલા અહેવાલને મંજુરી મળી હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલને મંજુરી મળતા અનેક ચીજાેના જીએસટીના દરમાં ફેરફાર થશે એવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે. જાેકે, કેસીનો, ઓનલાઈન ગેમિંગ જેવી ચીજાે ઉપર ૨૮ ટકાના દરે જીએસટી વસુલવા અંગેની ચર્ચા બુધવારે હાથ ધરવામાં આવશે સવું સુત્રોએ જણાવ્યું હતું.

જે ચીજાે ઉપર ટેક્સ વધશે એવી ચીજાેમાં એલઈડી લાઈટ, ચામડાની બનાવટો ઉપર, સોલાર હીટર, ખાધતેલમાં, પ્રિન્ટીંગ, લખવા માટે વપરાતી ચીજાે માટે ઉપર ટેક્સ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવી ચીજાેમાં કાચામાલ કરતા તૈયાર માલ ઉપર વધારે ટેક્સ હોવાથી તેના ટેક્સ વધારવામાં આવ્યા છે.

જે ચીજાેમાં વેરામુક્તિ મળતી હતી તેમાં ચોખા, ચોખાની બનાવટો, પાપડ, લસ્સી, છાશ, મધ, અનાજ વગેરેને હવે વેરામુક્તિ મળશે. રૂ. ૧૦૦૦થી ઓછા ભાડાં ઉપર મળતા હોટેલના રૂમને અત્યારે જીએસટીમાં મુક્તિ આપવામાં આવે છે હવેથી તેના ઉપર ૧૨ ટકાના દરે ટેક્સ વસૂલવામાં આવશે. હોસ્પિટલમાં જે રૂમના ભાડાં રૂ.૫૦૦૦ કે તેથી વધારે હોય (જેમાં આઈસીયુનો ચાર્જ ગણવામાં નહી આવે) તેના ઉપર હવેથી જીએસટી પાંચ ટકા લાદવામાં આવશે.

પોસ્ટકાર્ડ અને ઇનલેન્ડ લેટર સિવાય બુક પોસ્ટ, કવર કે જેનું વજન ૧૦ ગ્રામ કરતા વધારે હોય તેના ઉપર પણ જીએસટી લાદવામાં આવશે. આ ઉપરાંત, ચેકબુકની બેંક દ્વારા આપતી સેવા ઉપર પણ ૧૮ ટકા ટેક્સ લાદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સોનું કે ઘરેણા એક રાજ્યથી બીજા રાજ્ય જતા હોય તો તેના માટે ઈવે બીલ ફરજીયાત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જાેકે, રાજ્ય સરકારને કેટલા મૂલ્યથી ઉપર આ ઈ-વે બીલ બનાવવું તેની મર્યાદા નક્કી કરવની છૂટ આપવામાં આવી છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.