ઈઝારાયેલે દીવાલની આર પાર જાેઈ શકતી હાઈટેક સિસ્ટમ બનાવી
જેરૂસલેમ, કદમાં નાનુ ઈઝરાયેલ પોતાના લડાકુ મિજાજ અ્ને અત્યાધુનિક શસ્ત્રો બનાવવા માટે જાણીતુ છે.
એર ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમથી માંડીને ઘાતક ડ્રોન બનાવવા માટે જાણીતા આ દેશે હવે એક એવી હાઈટેક સિસ્ટમ બનાવી છે જે દીવાલની આરપાર જાેઈ શકે છે.
આ સિસ્ટમને ઝેવેર ૧૦૦૦ નામ આપવામાં આવ્યુ છે.આ એક નાનકડુ ડિવાઈસ છે જે યુઝ કરનાર વ્યક્તિ દીવાલ પર લગાવી શકે છે. ડાયમંડ શેપના ડિવાઈસની વચ્ચે ૧૦.૧ ઈંચનો ડિસ્પ્લે મુકવામાં આવ્યો છે. જેના થકી યુઝરને ખબર પડી શકે છે કે, દીવાલની બીજી તરફ કેટલા વ્યક્તિ છે અને તે વ્યક્તિ બેઠેલો છે, ઉભો છે કે, સુતેલો છે.
એટલુ જ નહી આ સિસ્ટમ બાળક કે પુખ્ત વયના વ્યક્તિ વચ્ચેનો તફાવત પણ જાણી સખે છે.ડીવાઈસ બનાવનાર કંપનીનો દાવો છે કે, ઝેવેર ૧૦૦૦ સિસ્ટમ સેના, પોલીસ, ગુપ્તચર એજન્સીઓ તેમજ રેસ્ક્યુ ટીમ માટે પણ બહુ ઉપયોગી છે.
ઈઝરાયેલની સેના પ્રાયોગિક ધોરણે તેનો ઉપયોગ પણ કરી રહી છે. આ સિસ્ટમ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.SS2KP