Western Times News

Gujarati News

જીપની ટક્કરથી બાઈક પર જતા બે યુવાનોનાં મોત

અમદાવાદ, અમદાવાદમાં કર્ણાવતી ક્લબથી એસપી રિંગરોડને જાેડતા માર્ગ પર ગઈકાલે રાત્રે થયેલી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. આ અકસ્માત ફોર વ્હીલર અને ટુ-વ્હીલર વચ્ચે થયો હતો, જેમાં ટુ-વ્હીલર પર સવાર બન્ને લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં અકસ્માત સર્જનાર ફોર-વ્હીલરનો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.A tragic accident took place last night on the road from Karnavati Club to SP Ring Road in Ahmedabad.

જાેકે મોંઘીદાટ કાર પર લોકોએ આક્રોશ ઠાલવીને તોડફોડ કરી હતી. જે કાર સાથે બાઈકનો અકસ્માત થયો હતો તેમાં ૪-૫ જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતમાં મૃત્યુ પામનારા સુરેશ નામના વ્યક્તિએ ઘરે ભાઈને ૮ વાગ્યે ફોન કરીને સાથે જમીશું તેમ કહ્યું હતું પરંતુ એ પછી આવેલા ફોને મોટો ધ્રાસ્કો આપ્યો.

શહેરના એસપી રિંગ રોડ પાસે બનેલી આ અકસ્માતની ઘટના મંગળવારે રાત્રે બની હતી. જેમાં કર્ણાવતી ક્લબથી એસપી રિંગ રોડને જાેડતા માર્ગ પર ડાયમંડ સર્કલ પાસે થાર જીપ ચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. ઘટના સ્થળ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે જીપ રોંગ સાઈડમાંથી આવતી હતી, એણે આગળ કશું જાેયું ના જાેયું કે સીધી બાઈકને ટક્કર મારી દીધી હતી.

બાઈક પર સવાર બે લોકોના આ અકસ્માતમાં મોત થઈ ગયા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.

જીપ ચાલક કોણ હતું તે ખબર નથી પડી. અકસ્માતની ઘટનામાં પોતાના ભાઈને ગુમાવી દેનારા વ્યક્તિએ જણાવ્યું કે, મારે ભાઈ સાથે ૮ વાગ્યે ફોન પર વાત થઈ હતી અને તેણે કહ્યું હતું કે હું ઘરે આવું છું તું જમી લેજે.. અને જાે તારે ના જમવું હોય તો હું આવું પછી આપણે બન્ને ભેગા થઈને જમીએ..

આ પછી ફરી ફોન આવ્યો કે સુરેશનું એક્સિડેન્ટ થયું છે. પોતાના ભાઈને ગુમાવનારી વ્યક્તિએ કહ્યું કે, રોંગ સાઈડથી આવતી કારે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જનાર વાહનચાલક સામે કાર્યવાહી થવી જાેઈએ તેવી માંગ મૃતકના ભાઈએ કરી છે.

આ ઘટનાને નજરે જાેનારા લોકોએ જીપ રોંગ સાઈડમાંથી આવતી હતી અને તેણે બે યુવાનોનો ભોગ લીધો હતો, જેથી ઉશ્કેરાયેલા લોકોએ મોંઘીદાટ જીપમાં તોડફોડ કરી હતી.

આ ઘટનામાં લોકોએ જીપના કાચ અઅને દરવાજા તોડી નાખ્યા હતા. બોનેટ સહિત કારમાં અલગ-અલગ જગ્યા પર લોકોએ તોડફોડ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અકસ્માત કઈ રીતે સર્જાયો કારનો વાહનચાલક રોંગ સાઈડમાંથી આવી રહ્યો હતો કે કેમ તે સહિતની પોલીસ તપાસ કરીને વાહનના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરશે.

આ કેસમાં આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવીના આધારે પોલીસ વધુ તપાસ કરશે અને જવાબદારો સામે પગલા ભરશે. ઘટના સ્થળ પર હાજર લોકોએ બે યુવાનોનો ભોગ લેનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જાેઈએ તેવો અવાજ ઉઠાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.