Western Times News

Gujarati News

જેનોવાની ભારતની પ્રથમ mRNA રસીને ડીસીજીઆઈની મંજૂરી

GEMCOVAC-19

પૂણે,  એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની પેટા કંપની જિનોવા બાયો ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડએ જાહેરાત કરી હતી કે, તેની કોવિડ-19 સામે mRNA રસી – GEMCOVAC-19ને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)ની ઓફિસમાંથી ઇમર્જન્સી યુઝ ઓથેરાઇઝેશન (EUA) મળી છે.

GEMCOVAC-19 રસી ભારતમાં સૌપ્રથમ વિકસાવેલી પ્રથમ mRNA રસી છે અને દુનિયામાં કોવિડ-19 માટે મંજૂરી મેળવનારી ફક્ત ત્રીજી mRNA રસી બનશે.

આ રસીઓ ખૂબજ અસરકારક છે, જે માટે સેલ સાયટોપ્લાઝમની અંદર પ્રોટિનના માળખામાં પરિવર્તન થવાની તેમની આનુવંશિક ક્ષમતા જવાબદાર છે.

mRNA રસીઓને સલામત ગણવામાં આવે છે, કારણ કે mRNA નોન-ઇન્ફેક્શિયસ, નોન-ઇન્ટિગ્રેટિંગ છે તથા સ્ટાન્ડર્ડ સેલ્યુલર વ્યવસ્થાથી ડિગ્રેડ કરેલી છે.

નોંધપાત્ર વાત એ છે કે, આ ટેકનોલોજી વાયરસના કોઈ પણ અસ્તિત્વ ધરાવતા કે વિકસતાં વેરિઅન્ટ માટે રસીને ઝડપથી બદલવાની સુવિધા પ્રદાન કરે છે તથા આ ટેકનોલોજી પ્લેટફોર્મ ભારતને મહામારી માટે સજ્જ બનાવે છે.

જેનોવાની GEMCOVAC™-19નું નૈદાનિક પરીક્ષણ ત્રીજા તબક્કાના મુખ્ય અંતિમ બિંદુ પર પહોંચ્યું છે. ક્લિનિકલ ડેટાનું મૂલ્યાંકન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) દ્વારા થયું હતું. આ રસી સલામત, સારી સહનશક્તિ ધરાવતી અને રોગપ્રતિકારક હોવાની જાણકારી મળી હતી.

જેનોવા બાયોફાર્માસ્યુટિકલ લિમિટેડનો ઉદ્દેશ દર મહિને આશરે 40થી 50 લાખ ડોઝ પેદા કરવાનો છે અને આ ક્ષમતા ઝડપથી બમણી થઈ શકશે.

જેનોવાનો ઉદ્દેશ ભારત ઉપરાંત દુનિયાના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોને મહામારીના પ્રસારને અટકાવવા રસીની સુલભતા પ્રદાન કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.