Western Times News

Gujarati News

જૂનાગઢનું અનોખું કેફે: પૈસા નહીં પ્લાસ્ટિક કચરો આપો અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લો

રાજકોટ, તમે તમારું રેસ્ટોરાંનું બિલ પ્લાસ્ટિક મનીથી ચૂકવ્યું હશે! આ કેફેમાં પણ તમે પ્લાસ્ટિકનો પૈસા તરીકે ઉપયોગ કરીને મોંમાં પાણી લાવી દે તેવી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકો છો.

ફૂડ અને બેવરેજ કંપનીઓ જ્યાં એક તરફ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો શોધવામાં વ્યસ્ત છે, જેના પર પહેલી જુલાઈથી પ્રતિબંધ છે, ત્યારે જૂનાગઢે પ્લાસ્ટિકના જાેખમનો સામનો કરવા માટેના ઉપાય તરીકે ફૂડની ઓફર આપી છે.Junagadh’s unique cafe: Don’t waste money, give plastic waste and enjoy delicious dishes

૩૦ જૂનના રોજ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેફેનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે, જ્યાં લોકો પૈસાના બદલે પ્લાસ્ટિક કચરો ચૂકવણી તરીકે આપીને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લઈ શકશે. લોકો તેમના ઘરમાં રહેલો પ્લાસ્ટિક કચરો પણ લાવી શકે છે અને તેના વજનના આધારે ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત, ભોજન માટે સામગ્રી ઓર્ગેનિક અને અને સ્થાનિક રીતે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે.

આ કેફે સર્વોદય સખી મંડળ દ્વારા ચલાવવામાં આવશે, જે મહિલાઓનું એક ગ્રુપ છે, જેમણે ખેડૂતો સાથે જાેડાણ કર્યું છે, જ્યારે જગ્યા અન માળખાકીય સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે. જૂનાગઢના કલેક્ટર રચિત રાજે કહ્યું હતું કે ‘અમે સ્વચ્છ અને હરિયાળા જૂનાગઢને પ્રમોટ કરવા માગીએ છીએ.

શરૂઆતમાં, અમે ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિક કચરાના બદલામાં એક ગ્લાસ લીંબુનો રસ અથવા વરીયાળીનો રસ આપીશું. ૧ કિલો પ્લાસ્ટિક કચરાની સામે એક પ્લેટ ઢોકળા અથવા પૌંઆ આપવામાં આવશે. પ્લાસ્ટિક કચરો જેટલો વધારે થાળી એટલી મોટી.

નાગરવેલના પાન, ગુલાબ, અંજીર અને બિલા ફળમાંથી બનેલા કેટલાક આરોગ્યપ્રદ પીણાં સહિત તમામ પીણાં માટીના વાસણોમાં પીરસવામાં આવશે. મેન્યુમાં કાઠિયાવાડી અને ગુજરાતી થાળીનો પણ સમાવેશ થાય છે, જેમાં રીંગણનો ઓળો, સેવ-ટામેટાનું શાક, થેપલા અને બાજરાના રોટલાનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રએ એક એજન્સીને હાયર કરી છે, જે આ કચરો ખરીદશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.