Western Times News

Gujarati News

વજન ઘટાડવા-મેદ ઘટાડવા માટે આ ઉપાય અજમાવો

to reduce body weight try this

વજન ઘટાડવા, મેદ ઓછો કરવા. સ્થૂળતા અને ચરબી ઓછાં કરી શકાય તો લાંબું જીવન શક્ય બને. એ પૈકી તમને અનુકુળ આવે તે ઉપાય તમારા વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સક-વૈદ્ય ની સલાહ લઈને કરવા. વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો.

દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઉતરે છે. મધ ચોખ્ખું હોવું અત્યંત જરુરી છે, નહીંતર વજન ઘટવાને બદલે વધવાની શક્યતા છે. ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મી.લી. એક મહીના સુધી ત્રીફળા ગુગળ અથવા મેદોહર ગુગળની બબ્બે ગોળી ભુકો કરી

સવાર-સાંજ લેવાથી અને રોજ રાત્રે સુતી વખતે અડધીથી એક ચમચી ત્રીફળા ચુર્ણ અથવા હરડે ચુર્ણ લેવાથી તેમ જ સવાર-સાંજ એક કિલોમીટર ઝડપથી ચાલવું, સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તિ બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે.

Mobile : 9825009241

એક અનુભવ સિદ્ધ ઔષધ જણાવ્યે છીએ. મેદોહરવટી-સ્લિમ ટેબ જે ચિકિત્સકની સલાહ હેઠળ કરવા યોગ્ય છે જેના સેવનથી વજન ઘટાડવામાં ચોક્કસ રિઝલ્ટ મળે છે અને ધારેલું વજન ઉતરે છે. જાેડે જાેડે શરીરમાં અશક્તિ કે નબળાઈ પણ નથી વર્તાતી. ધીરે ધીરે વજન ઉતારવા માટે વૈદની સલાહ મુજબ નો ડોઝ એડજસ્ટ કરવો,

એક દિવસમાં ૩ થી ૯ ગોળી લઇ શકાય. સારા પરિણામ મેળવ્યા પછી પાછું વજન પુટઅપ નથી થતું અને કાયમ માટે થોડું જમવામાં ધ્યાન અને નિયમિત એક્સરસાઈઝ કરતા રહેવાથી શરીર સપ્રમાણ રહે છે અને વજન વધી જવાનો ભય પણ નીકળી જાય છે.

દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હુંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે. ભુખ લાગે તેનાથી ઓછું જમવું, અને મગ-ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહીને પાંચથી છ કીલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું. નીયમીત રૂપે ગરમાગરમ સૂપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં સફળતા મળે છે.

મનને મક્કમ કરો. જે કોઇ ર્નિણય લો તેના ઉપર પૂરેપૂરો વિચાર કરીને તેને અમલમાં મૂકવાની રીત પસંદ કરો. ઉતાવળે ર્નિણય ન લો. તે પછી કોઇ ચોક્કસ પ્રસંગ કે તારીખ જેવી કે વર્ષગાંઠ કે લગ્ન જયંતિ નજીકના ભવિષ્યમાં આવતી હોય તે દિવસથી શરૂ કરો. યાદ રાખો કે બહુ લાંબો સમય ગાળો ન રહે.

તમારા નિત્યક્રમમાં તમે સહેલાઇથી જે ફેરફાર કરી શકતા હો તેનું લિસ્ટ બનાવો. આ ફેરફાર નાના નાના હોય તો પણ ચાલે. એમાંથી જે સહેલામાં સહેલો હોય તેને પસંદ કરો. એક વખતે એક જ ફેરફાર કરો. દાખલા તરીકે તમે રોજ ઇડલી ખાતા હો તો તેની સાથે બનાવવામાં આવતી કોપરાની ચટણીનો ત્યાગ કરો.

કારણ તેમાં ભરપૂર ચરબી છે. ફક્ત ઇડલી-સંભારથી સંતોષ માનો. આ ફેરફારથી તમને કંઇક ઓછપ કે અધૂરાપન લાગે તો સમજી લેજાે કે તમે કરેલા ફેરફાર યોગ્ય છે. અને હંમેશા માટે તમે એને વળગી રહેશો. આ એક મામુલી ફેરફાર છે. પણ, અગત્યનો છે. તે પછી ધીમેધીમે બીજાે ફેરફાર કરો.

વજન ઘટાડવામાં ખરેખર સફળ થવું હોય તો માત્ર કેલરી ગણ્યા કરવાથી નહીં ચાલે કે ચાલવા પ્રત્યે મનમાં અણગમો રાખવાથી ફાયદો નહીં થાય. વજન ઘટાડવા માટે માનસિક તૈયારી હોવી જરૂરી છે. એને માટે કોઇ પણ યુક્તિ કે ચાલાકીનો ઉપયોગ કરવો પડશે.

જાે માત્ર કેલરી બાળવાથી જ પાતળા થવાનું હોય તો વજન ઘટાડવા માટે તારે ફાંફાં કેમ મારવા પડે છે? એનું કારણ એ છે કે મહેનત કરતાં પહેલાં તું હારી બેઠો છે. તારા મનમાં એવી ગ્રંથી બંધાઈ ગઇ છે કે પાતળા થવાનું તારા ભાગ્યમાં જ નથી. અથવા તો તારું કુદરતી બંધારણ જ મેદસ્વીપણાનું છે. બીજું કારણ છે, ખાવાની લાલચ. જે એટલી જાેરદાર હોય છે કે આત્મસંયમને ફગાવી દે છે. વળી, પૂરતા વ્યાયામનો અભાવ એ પણ એક અવરોધ છે.

ખૂબ જ કડક નિયમ પાલન ન કરો. ચોકલેટ કે આઇસક્રીમ હંમેશા માટે ત્યજી દઇશ એવો ચૂસ્ત નિયમ ન અપનાવો. કારણ તમે તે પાળી શકવાના નથી. એને બદલે અઠવાડિયે બે વાર આઇસક્રીમ ખાતા હો તો તેની જગ્યાએ મહિને બે વાર ખાવાનું રાખો. તાજા શાકભાજી અને ફળો ખૂબ ખાવ. કારણ તેનાથી વજન વધી જવાની શક્યતા ઓછી રહે છે.

પણ, જમવામાં તળેલા શાકભાજી કે ડેસર્ટમાં ખવાતા ફળોને વધારે પડતા રાંધીને તેની ગુણવત્તાનો નાશ કરશો તો નુકશાન થશે. ભાત અને બટાકા ખાવાથી નુકશાન નહીં થાય. આહારમાં પથ્યાપથ્ય પાળવાવાળા સામાન્ય રીતે એમ માને છે કે ભાત અને બટાકાથી વજન વધી જાય છે. પણ, આ માન્યતા ભૂલ ભરેલી છે.

બન્નેમાં રહેલાં કાર્બોહાઇડ્રેટને લીધે એમાંથી ઉત્પન્ન થતી કેલરી જલ્દી બળી જાય છે. જ્યારે ચરબીમાંથી મળતી કેલરી બળતી નથી. ખોરાક લેવાનું બંધ ન કરો. એક વખતનું ભોજન નહીં લો તો તમને થાક લાગશે, કમજાેરી વર્તાશે, ચરબી ઉતારવા ખોરાક બંધ કરવો ઠીક નથી, કારણ તેની પણ એક હદ હોય છે.

જેનાથી આગળ મનુષ્ય ભૂખ્યો રહી શકતો નથી. કોઇવાર ખૂબ ભૂખ લાગે ત્યારે ફ્રૂટ જ્યુસનો એકાદ ગ્લાસ પીવાથી ભૂખનું શમન થાય છે. વળી, વધારાની કેલેરીમાંથી ચરબી વધારવાની શક્યતા રહેતી નથી. ભૂખને મારવા તમે હળવા પીણાં કે સિગારેટ ફૂંક્યા કરો.

જાેકે બન્ને જાેખમકારક છે તો પણ લાંબો સમય ખાધા-પીધા વગર રહેવું મુશ્કેલ છે. પેટ ભરીને ખાવા માટે મન લલચાયા કરશે અને જ્યારે ખાવાનું શરૂ કરશો ત્યારે તમે ભૂખ્યા વરુની જેમ તેના ઉપર તૂટી પડશો. આથી થાળીમાં પોષણયુક્ત આહાર યોગ્ય પ્રમાણમાં પીરસાયેલો છે એ ખ્યાલ સાથે નિયમિત ભોજન લો.

કોઇ પણ વસ્તુનો ત્યાગ હંમેશ માટે ન કરો. મનુષ્ય સ્વભાવ જ એવો છે કે જે વસ્તુ ન મળે તે મેળવવાની લાલસા હંમેશા મનમાં રહ્યા કરે છે. તેથી અમુક વસ્તુને હું કદી અડકીશ પણ નહીં એવી પ્રતિજ્ઞા ન લો. જે વસ્તુ ખાવાનું મન થાય તે થોડા પ્રમાણમાં ખાઇ લેવી. ચોકલેટ ન ખાવાનો દ્રઢ નિશ્ચય કર્યો હોય તો તે આખો વખત તમને યાદ આવ્યા કરશે

અને જ્યાં સુધી એ ખાશો નહીં ત્યાં સુધી મન બેચેન રહેશે. તેના ઉપાય તરીકે આખી ચોકલેટની જગ્યાએ થોડીક ખાવ. આથી સંતોષ થશે. જેઓ ખાઇપીને કંઇ કર્યા વગર આળસુની જેમ પડી રહેતા હોય તેમને શરીરને કસરત આપવી ગમતી નથી. વ્યાયામ એટલે સખત શારીરિક મહેનત જ કરવી એવું જરૂરી નથી. થોડું વધુ ચાલવાનું, લિફ્ટની જગ્યાએ દાદરા ઉતર-ચઢ કરવાના, થોડું થોડું ઘરકામ કરવાનું, આવા નિત્ય કરવાના કામો દ્વારા પણ તમને કસરતના ફાયદા મળી શકે છે.

કસરતનો હેતુ વજન ઘટાડવાનો હોય છે. તેથી વજન તો ઘટે છે પણ માંસપેશીઓ મજબૂત થાય છે. આ એક સારી આડઅસર છે. પણ ચરબી કરતા માંસપેશીનું વજન વધી જાય છે. આ વાતની ચાડી તમારું વજન કરવાનું મશીન ખાય છે. એ જાેઇને તમે કદાચ નિરાશ થશો.

એમાંથી બચવા વજન કરવાના મશીનને બાજુએ મૂકો અને મીટર માપવાની પટ્ટી-મેઝર ટેપ વાપરો. તમારી ઘટતી ચરબીનું માપ એમાં દેખાશે. તમારી કાર્યસિદ્ધિની ઉજવણી કરો. તમે જે નાની-નાની સફળતા મેળવો એની ઉજવણી કરો. તમે ૧ કિલો વજન ઘટાડવામાં સફળ થયા હો કે એક સપ્તાહ સુધી રોજ ૨૦ મિનિટ ચાલ્યા હો તો તે ખરેખર શાબાશીને યોગ્ય છે.

એ માટે તમે તમારી જાતને કંઇ ભેટ આપો. હા, પેંડા કે મીઠાઇ વડે નહીં પણ એવી વસ્તુ જેનાથી તમારી વજન ઘટવાની સફળતાને ઉત્તેજન મળે. દા.ત. જીન્સનું નવું પેન્ટ કે નવા ચાલવાની કસરતમાં ઉપયોગી એવા બુટ. ખોરાકમાંથી ચરબી યુક્ત પદાર્થોને બાદ કરો. ઘણી ખાદ્ય સામગ્રીઓ મૂળમાં પૌષ્ટિક હોય છે.

પણ આપણે તેમને ચરબીયુક્ત પદાર્થોથી સજાવીને પચવામાં ભારે બનાવીએ છીએ. જેમ કે સલાડ ઘણા જ પૌષ્ટિક છે પણ તેના ઉપર મેયોનીઝ લગાડીને તેને ભારે બનાવીએ છીએ. ભાત ઉપર ઘીની ધાર કરીને રોટલી ઉપર ઘી ચોપડીને ચરબીવાળી વાનગી બનાવીએ છીએ.

આ બધી તૈલી વસ્તુઓ મૂળ પદાર્થની પૌષ્ટિકતાને મારી નાંખે છે. વજન ઘટાડવામાં મળેલી સફળતા તેની સાથે સાથે મળતો વધુ શક્તિનો સંચાર, જાેમ, આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિ વડે તમે અડધો જંગ તો જીતી જ લીધો એમ સમજજાે. સાચું સુખ બાહ્ય વસ્તુઓમાંથી નથી મળતું. આઇસક્રીમ ખાવાથી થોડો વખત આનંદ થાય પણ, મનનો સંતોષ કે આંતરીક સુખનો અનુભવ નહીં થાય. સ્વાસ્થ્ય અને સંતોષ બે અલગ વસ્તુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.