Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી ત્રણેય રથોનું પ્રસ્થાન કરાવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.  ભગવાન સમક્ષ ગુજરાતના અને દેશના લોકોની સુખ, શાંતિ અને સર્વાંગી વિકાસની પ્રાર્થના કરી હતી.

વહેલી સવારથી જ જમાલપુર જગન્નાથના મંદિરે લોકોની ભીડ ઉમટી પડી હતી. જય રણછોડના નારા સાથે ત્રણેય રથ મંદિરની બહાર નિકળ્યા હતા.

મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, ના નારાઓથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરાવીને સોનાની સાવરણીથી રથને પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાત્રે અષાઢી બીજના પવિત્ર દિવસે વહેલી સવારે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી હતી.

આ પણ વાંચો

કોવિડ ગાઈડલાઈન્સ: રથયાત્રા સુધી AMC ‘સાઈલન્ટ મોડ’ પર જ રહેશે

 

 

આજે ૧૪૫મી રથયાત્રાઃ ૧૮ ગજરાજ, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી ટ્રકો ભાગ લેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.