Western Times News

Gujarati News

રિલાયન્સે “પ્રેટ અ મોરે” સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે ઝંપલાવ્યું

RELIANCE BRANDS LIMITED ANNOUNCES ITS FIRST FORAY INTO FOOD & BEVERAGE RETAIL WITH POPULAR GLOBAL FOOD CHAIN PRET A MANGER”

રિલાયન્સ બ્રાન્ડ્ઝની ફૂડ ચેઇન “પ્રેટ અ મોરે” સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે તેના પ્રથમ સાહસની જાહેરાત

મુંબઈ, રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડે (RBL) વિશ્વ સ્તરીય ફ્રેશ ફૂડ અને ઓર્ગેનિક કોફી ચેઇન પ્રેટ એ મોરે સાથે ભારતમાં આ બ્રાન્ડ લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. લાંબા ગાળાની આ માસ્ટર ફ્રેન્ચાઇઝી ભાગીદારી સાથે આરબીએલ મોટા શહેરો અને ટ્રાવેલ હબથી શરૂ કરીને દેશભરમાં ફૂડ ચેઇન શરૂ કરશે. RELIANCE BRANDS LIMITED FORAY INTO FOOD & BEVERAGE RETAIL WITH PRET A MANGER

પ્રેટ એ મોરે, જે ફ્રેન્ચ શબ્દો છે જેનો અર્થ થાય છે  ‘રેડી ટુ ઈટ’, સૌપ્રથમ 1986માં લંડનમાં શરૂ કરવામાં આવી હતી. તે સમયે દરરોજ હાથથી બનાવેલું ભોજન તૈયાર કરવાનું મિશન ધરાવતી દુકાન હતી. 35 વર્ષ પછી બ્રાન્ડ હાલમાં યુકે, યુ.એસ., યુરોપ અને એશિયા સહિત 9 બજારોમાં વૈશ્વિક સ્તરે 550 દુકાનો ધરાવે છે, જે દરરોજ તાજી બનાવેલી ઓર્ગેનિક કોફી, સેન્ડવીચ, સલાડ અને વ્રેપ ઓફર કરે છે.

“પ્રેટ સાથેની અમારી ભાગીદારીનું મૂળ બ્રાન્ડ તરીકે પ્રેટ અને ભારતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગ, બંનેની મજબૂત વૃદ્ધિની સંભાવનામાં રહેલું છે. આરબીએલ ભારતીય ગ્રાહકોની નાડીને સારી રીતે ઓળખે છે અને આપણે શું ખાઈએ છીએ તે અંગે જાગૃતિ વધી રહી છે – આ આદત ઝડપથી ફૂડને નવી ફેશન પણ બનાવી રહી છે.

Darshan Mehta, MD Reliance Brands with Pano Christou, CEO Pret A Manger (3)
Darshan Mehta, MD Reliance Brands with Pano Christou, CEO Pret A Manger

ભારતીયો તેમના વૈશ્વિક સમકક્ષોની જેમ ફ્રેશ અને ઓર્ગેનિક તત્વો આધારિત ભોજનના અનુભવો શોધી રહ્યા છે જે પ્રેટની મુખ્ય ખાસિયતો સાથે એકદમ સુસંગત છે. આ જોડાણની આગવી વિશેષતાઓ જ નિઃશંકપણે આ સાહસની સફળતા માટેની એક રેસીપી છે,” તેમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું.

ભારતના સૌથી મોટા લક્ઝરી ટુ પ્રીમિયમ રિટેલર તરીકે આરબીએલ 14 વર્ષથી દેશમાં વૈશ્વિક બ્રાન્ડ્સનું સંવર્ધન અને વિકાસ કરે છે. ગ્રાહકોની ખર્ચ કરવાની વિકસતી આદતો અને મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજના પર તેની સમૃદ્ધ આંતરદૃષ્ટિ સાથે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં RBLનો પ્રથમ પ્રવેશ સૌથી મોટા રિટેલ બજારોમાંના એકમાં પ્રેટનો વૈશ્વિક ડાઈનિંગ અનુભવ લાવશે.

પ્રેટ અ મોરેના સીઇઓ પેનો ક્રિસ્ટોએ કહ્યું કે: “બે દાયકા પહેલા અમે એશિયામાં પ્રેટની પ્રથમ દુકાન ખોલી હતી અને તે આપણા બધા માટે અમારા તાજા બનાવેલા ખોરાક અને 100% ઓર્ગેનિક કોફીને સમગ્ર ખંડના નવા શહેરોમાં લાવવાની પ્રેરણા છે.

આરબીએલ અમારી બ્રાન્ડને ભારતમાં સફળ કરવામાં મદદ કરવા માટે બજારમાં તેમની વર્ષોની નિપુણતાનો ઉપયોગ કરીને અમને તે જ કરવામાં મદદ કરવા માટે એક શ્રેષ્ઠ ભાગીદાર છે. આ અમારી અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી વૈશ્વિક ફ્રેન્ચાઈઝી ભાગીદારી છે અને તેના આધારે જ અમે તેમની સાથે કામ કરવા આતુર છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.