Western Times News

Gujarati News

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૧૧ ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત

(એજન્સી) નવી દિલ્હી,દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૧૧ ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. તેને લઇને રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે.

૧૮ જુલાઇએ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ જ્યાં અન્ય પાર્ટીના સમર્થનની જરૂર પડશે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપને પોતાના ઉમેદવારને જીતાડવા માટે પર્યાપ્ત વોટ નથી. આવો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત સમજીએ છીએ.

જેમ જેમ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવી રહી છે, તમામ રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે.

મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ઉપરાષ્ટ્રપતિ માટે કેટલાક નામ પણ સામે આવ્યા છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું ગણિત સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે ભાજપને આ ચૂંટણીમાં કોઇ વાંધો નથી. ભાજપને જીતવા માટે કોઇ અન્ય પાર્ટીઓના સમર્થનની પણ જરૂર નહી પડે.

તમને જણાવી દઇએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત મનોનીત સાંસદ સહિત ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદ જ વોટીંગ કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભાના ૫૪૩ અને રાજ્યસભામાં ૨૩૨ સાંસદ વોટ કરે છે. આ વર્ષે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ૩ સીટોનું નુકસાન થયું છે. ત્યારબાદ રાજ્યસભામાં ભાજપ પાસે ફક્ત ૯૨ સાંસદ બચ્યા છે.

તો બીજી તરફ નીચલા સદન લોકસભામાં ભાજપ અને એનડીએ પાસે બહુમત છે. તાજેતરમાં જ થયેલી પેટાચૂંટણીમાં ભાજપને બે સીટ પ્રાપ્ત થઇ છે. જાે ભાજપના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોને સંખ્યાને જાેડવામાં આવે, તો તે ૩૯૫ જીત હોય છે. તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે ૩૮૮ વોટ જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.