Western Times News

Gujarati News

અમરાવતી પોલીસે કેમિસ્ટની હત્યાની ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યોઃ નવનીત રાણા

(એજન્સી)મુંબઈ, અમરાવતી સાંસદ નવનીત રાણાએ સિટી કમિશનર પર કેમિસ્ટની હત્યા કેસને દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાણાએ જણાવ્યું હતું કે શહેરના પોલીસ કમિશનર આરતી સિંહે આ હત્યાને લૂંટારા તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

તેમણે કહ્યું કે, ૧૨ દિવસ પછી તે આ ઘટના અંગે સ્પષ્ટતા આપી રહી છે. તેમએ અગાઉ કહ્યું હતું કે, તે એક લૂંટ હતી અને કેસને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમરાવતી પોલીસ કમિશનર સામે પણ તપાસ થવી જાેઈએ. અપક્ષ સાંસદે એ પણ કહ્યું કે, તેમણે આ મામલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો

ત્યારબાદ એનઆઇએએ કાર્યવાહી કરી છે. તપાસ માટે એનઆઇએની ટીમ અમરાવતી પહોંચી હતી. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ ટ્‌વીટ કર્યું હતું કે આ મામલો કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવ્યો છે.

નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની મહારાષ્ટ્ર પોલીસે એપ્રિલમાં ધરપકડ કરી હતી. તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રીના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કર્યા પછી આ ધરપકડ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.