Western Times News

Gujarati News

ગુજરાતના ૧૧૭ તાલુકામાં આવી મેઘરાજાની સવારી

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. રાજ્યના વિવિધ તાલુકાઓમાં મન મુકીને વરસાદ વરસી રહ્યો છે. કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા ગુજરાતીઓએ હાશકારો લીધો છે. સૌથી વધારે વરસાદ ઉમરગામમાં પડ્યો હોવાની જાણકારી મળી રહી છે.

અહીં ૭.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યના લગભગ ૧૧૭ તાલુકાઓમાં ખૂબ વરસાદ પડ્યો છે. આટલુ જ નહીં, દ્વારકાના દરિયામાં લો પ્રેશરની સ્થિતિને કારણે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. મંગળવારના રોજ ગુજરાતના વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જાેવા મળ્યો હતો. રાજ્યના લગભગ ૬૦થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.Megharaja’s ride in 117 talukas of Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકમાં છ ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યના દરિયાકિનારે લો પ્રેશરની સ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે. અહીંના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા.

વાહનચાલકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વલસાડની વાત કરીએ તો અહીં પાછલા ૩ દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. પારડીમાં પણ ૫.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય કપરાડા, ધરમપુર અને વાપીમાં પણ સારો વરસાદ નોંધાય છે.

ખાંભામાં ૩.૫ ઈંચ, ચોર્યાસી અને ગણદેવીમાં ૧.૪૫ ઈંચ, વડિયામાં ૨ ઈંચ, સુરતમાં ૨.૧૫ ઈંચ, ખેરગામમાં ૨.૧૫ ઈંચ, સાવરકુંડલામાં સવા ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પાછલા આઠ કલાકમાં ૬૭ જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.

કુતિયાણા અને જૂનાગઢમાં ૩.૫ ઈંત, માંડવીમાં ૨.૫, વંથલીમાં ૨.૦, મુંદ્રા-રાણાવાવ તેમજ માળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવામા, ગાંધીધામ, માણવદર, લખપત, કોડીનારમાં પણ વરસાદ જાેવા મળ્યો હતો. પોરબંદરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

જાનમગરમાં પણ એક જ કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમરેલીના બાબરા વિસ્તારમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકા અને ખંભાળિયા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગિરનારના જંગલોમાં ધોધમાર વરસાદને કારણે સોનરખ નદીમાં પૂર આવ્યું છે. રાજકોટમાં પણ વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.