Western Times News

Gujarati News

રાશિ ભવિષ્ય સંવત-ર૦૭પ (તા.ર૯.૧૦.ર૦૧૯ થી તા.૧પ.૧૧.ર૦ર૦)

મેષ રાશિ ઃ આ રાશિના જાતકોને તા.ર૪.૧.ર૦ર૦થી શનિદેવ આપની રાશિથી દશમે પસાર થશે. રાહુ મહારાજ આખુ વર્ષ મીથુન રાશિમાં રહેવાના નથી તા.ર૦.૯.ર૦ર૦ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના જાતકોને વર્ષ દરમ્યાન અવાર નવાર સારા નબળા સમયનો અનુભવ થશે. તા.૩૦.૩.ર૦ર૦ના સમય દરમિયાન આપની યાત્રા મુસાફરી થાય પરંતુ તેમાં વિધ્નો મુશ્કેલીઓ આવે. આ રાશિના જાતકોને વ્યવસાય, નોકરી, અભ્યાસ તેમજ સંતાન પ્રાપ્તી, લગ્ન ઈચ્છુક વ્યક્તિઓનો લગ્ન થવા. લગ્ન બાબતે લગ્ન ઈચ્છુક જાતકોને છેતરપીંડી દગો ફટકો થવાના યોગ છે. નોકરીયાત વ્યક્તિઓને બદલી તેમજ પ્રમોશનના યોગ પ્રબળ બને છે આ વર્ષ દરમ્યાન નાણાંકીય વ્યવહારોમાં પણ સાવચેત રહેવું જરૂરી છે. નાણા ફસાવવાનો યોગ બને છે વર્ષ દરમ્યાન મેષ રાશિના જાતકોએ ભગવાનશ્રી હનુમાનજી ભૈરવ તેમજ પોતાના કૂલદેવતા ફુલદેવીની ભÂક્ત ઉપાસના લાભદાયક રહેશે.

વૃષભ રાશિ ઃ આ રાશિના જાતકોને તા.ર૪.૧.ર૦ર૦થી શનિ મહારાજ આપના ભાગ્ય સ્થાનમાં પસાર થશે. ગુરૂ આઠમ અને નવમે પસાર થશે રાહુ બીજે અને પહેલેથી પસાર થશે આ વર્ષ દરમ્યાન આ રાશિના જાતકોને કૌટુંબીક આર્થીક શારિરીક સમસ્યાઓનો અનુભવ કરવો પડશે આ વર્ષ દરમ્યાન આ રાશિના જાતકોએ માનસિક સમતુલીત રહેવું પડશે આ શનિના જાતકોને સપ્ટેમ્બર ર૦ર૦ પછી જાદુ- ટોના, બ્લેક મેજીક, તેમજ ભૃત પ્રેતની પીડા થઈ શકે છે આ રાશિના જાતકોને જે નોકરી, ધંધા, વ્યવસાય કરે છે તેઓને આર્થીક નુકશાન નોકરીઆતોને બદલી પ્રમોશન અટકે તેમજ ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ જામશે નહી. આ વર્ષ દરમ્યાન આ રાશિના જાતકોને તીર્થયાત્રાના યોગ છે. વિદ્યાર્થીઓને આ વર્ષે ખૂબજ મહેનત કવરી પડશે જેનુ પરીણામ ખૂબજ સારૂ આવશે મોસાળ પક્ષમાં પણ મુશ્કેલીઓ અથવા સંબંધ બગડી શકે છે. આ વર્ષ દરમ્યાન સત્યનારાયણ અથવા લક્ષ્મીનારાયણની ભÂક્ત કરવાથી સમસ્યાઓમાં રાહત મળશે.

મિથુન રાશિ ઃ આ રાશિમા શનિ- મહારાજ અષ્ટમ સ્થાનેથી પસાર થશે જયારે રાહુ પ્રથમ અને બારમા સ્થાનેથી પસાર થશે ગુરૂ મહારાજ સાતમે અને આઠમી રાશિમાંથી પસાર થશે. આ રાશિના લગ્ન ઈચ્છુક જાતકોએ ખૂબજ સાવધાની રાખીને પોતાના જીવનસાથીને પસંદ કરવા નહીતર વિશ્વાસત તેમજ છેતરપીંડીનો અનુભવ થશે આ વર્ષે દરમ્યાન જાદુ-ટોના તેમજ મેલી વિદ્યાની અસરના કારણે મુશ્કેલીઓ વધી શકે છે આ રાશિને શનિની નાની પનોતી શરૂ થવાની છે આ સમય દરમ્યાન કોઈ મોટુ નાણાકીય સાહસ કરવુ નહી વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સાવધાની રાખવી પરિણામ બગડી શકે છે. ધંધાદારી વ્યક્તિઓએ સરકારી તકલીફો આવી શકે છે જાહેર જીવનમાં તેમજ રાજકારણમાં રહેનાર વ્યક્તિની પ્રતીષ્ઠા બગડે દાવ પર લાગી શકે છે ચુંટણીમાં ભયંકર રીતે હાર પણ મળી શકે છે આ રાશિના જાતકોએ ભૈરવદાદા તેમજ શનિદેવની ભક્તિ ઉપાસના તેમજ વિષ્ણુ લક્ષ્મીની ભÂક્ત કરવાથી લાભ થાય.

કર્ક રાશિ ઃ આ રાશિના જાતકોને શનિ મહારાજ ર૧.૧.ર૦ર૦ થી સાતમ સ્થાનમાં આવે છે આ સ્થાનમાં શનિ પોતાની રાશિના થાય છે બળવાન બને છે રાહુ મહારાજ વ્યય અને ઉતરાધમાં લાભ સ્થાનમાંથી પસાર થશે ગુરૂદેવ છઠ્ઠા અને સાતમા સ્થાનેથી પસાર થશે આ રાશિના જાતકો માટે પરદેશ ગમન તેમજ લગ્ન સંબંધી સમસ્યાઓનો અંત આવશે આ રાશિના જાતકોને નોકરી ધંધા, વ્યવસાયમાં લાભ થવાના છે નોકરીયાત વ્યÂક્તઓને પ્રમોશન ઈચ્છીત જગ્યાએ બદલી થવાના યોગ છે. ધંધા વ્યવસાય કરતા વ્યક્તિઓને દૈનીક આવકમાં વધારો થાય તેમજ રાજકારણમાં જાડાયેલ વ્યÂક્તઓને ચૂંટણીમાં ટીકિટ મળી શકે વિદ્યાર્થી મિત્રોને આ વર્ષમાં સારૂ પરીણામ મળી શકે છે ઈચ્છીત લાઈનમાં પ્રવેશ મેળવી શકે છે. પરદેશ જવાના યોગ પ્રબળ બને છે આ રાશિની સ્ત્રીઓને આ વર્ષે ખૂબ જ સુંદર પસાર થવાનું છે બેકાર વ્યÂક્ત તેમજ લગ્નવાછીત વ્યÂક્તઓના મનોરથ પુરા થાય તેવા પ્રબળ યોગ છે. ભગવાનશ્રી ભૈરવ તેમજ લક્ષ્મીદેવીની ભÂક્ત ઉપાસના આ વર્ષે ખૂબ જ લાભ આપશે.

સિંહ રાશિ ઃ આ રાશિના જાતકોને શનિ મહારાજ ર૪.૧.ર૦ર૦થી છઠ્ઠા સ્થાનામં ભ્રમણ કરશે જયારે ગુરૂ મહારાજ વર્ષ દરમ્યાન પંચમ સ્થાન અને છઠ્ઠા સ્થાનેથી પસાર થવાના છે રાહુ મહારાજ લાભ અને કર્મ સ્થાનમાંથી પસાર થવાના છે સિંહ રાશિના જાતકોને આ વર્ષે રિધ્ધિ સિધ્ધિ તેમજ સંપૂર્ણ સફળતા આપવાવાળુ પસાર થવાનું છે

આ રાશિના જાતક જે રાજકારણમા છે તેઓને સારો હોદ્દો મળી શકે છે આ જાતકના વિદ્યાર્થીઓને સારુ પરીણામ મળશે કોઈ એવોર્ડ પણ મળી શકે ઈચ્છીત કાર્યો થશે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે જાન્યુઆરી પછી શ્રેષ્ઠ યોગ છે નોકરીઆત વ્યક્તિઓને બદલી આવી શકે છે બઢતી મળી શકે પરંતુ તેમાં અસંતોષ રહેશે સિંહ રાશિના જાતકોએ વર્ષ દરમ્યાન જાદુટોના તેમજ ઉપરીકક્ષા અથવા મંત્ર તંત્રના પ્રયોગ થઈ શકે છે માટે સાવધ રહેવુ આ રાશિની સ્ત્રીઓમાં વર્ષ દરમ્યાન અહમ ઈગો વધી શકે છે જેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે જાહેર જીવનમાં સાવધ રહેવુ વર્ષ દરમ્યાન ગણેશ તેમજ સૂર્ય મંત્ર ગાયત્રી મંત્ર અથવા અન્નદાન કરશો.

કન્યા ઃ આ રાશિના જાતકોને આ વર્ષે શનિ મહારાજ ર૧.૧.ર૦૧૦ થી ચોથા સ્થાનેથી પંચમ સ્થાનમા ભ્રમણ કરશે ગુરૂ મહારાજ ચોથા અને પંચમ સ્થાનેથી પસાર થશે આ રાશિના જાતકોને આ વર્ષે રાહુ મહારાજ કર્મ સ્થાન અને ભાગ્ય સ્થાનમાંથી પસાર થશે આ રાશિના જાતકો છેલ્લા ઘણા સમયથી શનિની નાનીપનોતીથી પરેશાન થતા હતા તેમાંથી રાહત મળશે જે રાશિના જાતકોના જન્મ ધનનો સૂર્ય તેમજ મિથુન રાશિના સૂર્યમાં થયેલ હશે તેઓ માટે આશીક રાહત થશે આ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારો સંદેશ લઈને આવેલ છે નોકરીયાત વ્યક્તિઓને ઉપરી અધિકારી તરફથી સારો પ્રતિભાવ મળશે. ધંધા વ્યવસાયમાં દૈનીક આવકો ઘટશે આ જાતકની સ્ત્રીઓ માટે દરેક પ્રકારે શુભ વર્ષ છે આ વર્ષ સંતાન પ્રાપ્તી લગ્ન જેવા પ્રસંગો આપના જીવનમાં બનશે આ વર્ષે આપને નૃસિંહ- લક્ષ્મીની ભક્તિ તેમજ સત્યનારાયણની ભÂક્ત કરવી તેમજ ભૈરવ અથવા સરસ્વતી માતાની ઉપાસના કરવી.

તુલા ઃ આ રાશિના જાતકોને તા.ર૪.૧.ર૦ર૦થી શનિદેવ ચોથા સ્થાનેથી પસાર થશે આ રાશિને લોખંડના પાયે નાની પનોતી શરૂ થાય છે આ વર્ષે દરમ્યાન ગુરૂ મહારાજ પણ ત્રીજે અને ચોથેથી પસાર થવાના છે રાહુ દેવ આપના ભાગ્ય અને અષ્ટમ સ્થાનેથી પસાર થવાના છે. આ વર્ષે આ રાશિના જાતકો માટે મધ્યમ પસાર થવાનું છે આ રાશિના નોકરીયાત વ્યવસાયીક તેમજ ધંધાદારી વ્યક્તિઓ માટે સારૂ પસાર થશે આ સમયમાં તેઓની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેમજ બદલી પ્રમોશન મળે વર્ષના મધ્યભાગમાં આ રાશિના જાતકોને જમીન મકાન અંગેના કાર્યો પૂર્ણ થાય વિદ્યાર્થી મિત્રોએ આ સમય દરમ્યાન ખુબ જ મહેનત કરવી પરીણામ આપની ઈચ્છા વિરૂધ્ધ આી શકે છે. તીર્થયાત્રા તેમજ પરદેશ અંગેના કામકાજમાં સફળતાઓ મળશે આ રાશિના જાતકો જે ઘણા સમયથી શારિરીક બીમારી છે તેઓ ને તકલીફ બીમારીમાં રાહત મળશે વર્ષના ઉતરાધમાં નાણાકીય વ્યવહારોમાં છેતરપીંડી વિશ્વાસઘાત થવાની શકયતાઓ છે આ વર્ષ દરમ્યાન કળદેવ- દેવોની તેમજ ભૈરવ, હનુમાનજી અથવા પીરની ભÂક્ત લાભ કરશે.

વૃશ્ચિક ઃ આ રાશિના જાતકોને તા.ર૪.૧.ર૦ર૦થી શનિ દેવની મોટી પનોતીમાંથી મુકિત મળશે આ રાશિના જાતકો ઘણા સમયથી હેરાન પરેશાન હતા તેઓને રાહત મળશે ગુરૂ મહારાજ બીજા અને ત્રીજા સ્થાનેથી પસાર થવાના છે રાહુદેવ આઠમે અને સાતમા સ્થાનેથી પસાર થવાના છે આ રાશિના જાતકોને પ્રગતી તેમજ ભાગ્યોદયની તકો મળશે આ રાશિના વિદ્યાર્થી મિત્રોને ઈત્તરપ્રવૃતિમાં પડવાથી આપનો અભ્યાસ બગડી શકે છે આ રાશિના જાતકોને ધંધા વ્યવસાયમાં પ્રગતી નોકરીઆત વ્યક્તિઓને બઢતી, ઈચ્છીત જગ્યાએ બદલી થઈ શકે છે આ રાશિની સ્ત્રીઓને લગ્ન બાબતની સમસ્યાઓનું સુખદ સમાધાન થાય સંતાન પ્રાપ્તી થાય. કુટુંબમાં ધાર્મ્ક પ્રસંગોનું આયોજન થાય તેમજ તીર્થયાત્રા થાય આ રાશિના જાતકોને પરદેશ જવાની તકો મળશે આ રાશિના જાતકોને સર્વાંગી વિકાસ થાય તેવા પ્રબળ યોગ છે છતા આ રાશિના જાતકોને મેલી વિદ્યા, જાદુ ટોના ભૂત પ્રેતની તકલીફ થઈ શકે છે હનુમાનજી ઘંટાકર્ણ અથવા મણિભદ્રવિરની ભક્તિ લાભ આપશે.

ધન ઃ આ રાશિના જાતકોને તા.ર૪.૧.ર૦ર૦થી શનિ મહારાજની પનોતીનો છેલ્લો તબકકો શરૂ થાય છે તેમજ ગુરૂ મહારાજ પ્રથમભાવ અને બીજા ભાવમાં ભ્રમણ કરશે રાહુદેવ સાતમા સ્થાન અને છઠ્ઠા સ્થાનથી ભ્રમણ કરશે ધન રાશિના જાતકો માટે આ સમય મિશ્ર અસરોવાળો પસાર થશે આ રાશિના જાતકોએ વર્ષ દરમ્યાન જાદુ ટોના, મેલીવિદ્યા જેવી અસરોનો અનુભવ થાય આ શકયતાઓ વર્ષના શરૂઆત ના સમય તેમજ વર્ષના છેલ્લ મહીનાઓમાં જાવા મળશે ધંધાદારી વ્યક્તિઓએ કોઈ મોટુ મૂડી રોકાણ કરવું નહી લાલચમાં આવી કામ કરવાથી નાણાની છેતરપીંડીનો અનુભવ થશે લગ્ન ઈચ્છુક વ્ય્ક્તિઓએ સામેના પાત્રની સંપૂર્ણ ખરાઈ ચોકસાઈ કરી આગળ વધવુ વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ સિવાય બીજી કોઈ બાબતોમાં રસ રાખવો નહી ધન રાશિવાળા જાતકોને આ સમય સંતાન પ્રાપ્તી માટે ખૂબજ આશાસ્પદ છે આ રાશિના જાતકોએ માતા સરસ્વતી, માતા દુર્ગા તેમજ ભગવાન નરસિંહની ભક્તિ ઉપાસના વર્ષ દરમ્યાન કરવાથી આવનાર સંકટોમાંથી અદભુત બચાવ થશે.

મકર ઃ આ રાશિના જાતકોને શનિની સાડા સાતી પનોતી ચાલી રહી છે તા.ર૪.૧.ર૦ર૦થી પનોતીનો બીજા તબકકો છે છાતી ઉપરથી પસાર થવાનો છે ગુરૂ મહારાજ બારમા સ્થાન અને પ્રથમ ભાવમાંથી પસાર થવાના છે રાહુ દેવ છઠ્ઠા અને પાંચમા સ્થાનથી પસાર થવાના છે આ રાશિના જાતકોને આ વર્ષ દરમ્યાન રાહુ મહારાજની મદદ મળવાની છે જે ઘણો બધો બચાવ કરશે. આ રાશિના નોકરીયાત વ્યક્તિઓને ખૂબજ સંભાળપૂર્વક કાઢી કરવું કદાચ નોકરી છુટી પણ જાય ધંધાદારી વ્યÂક્તઓને ધંધામં મોટુ સાહસ કરવુ નહી નુકશાનીના યોગ છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન રાખવુ ંનહીતર પરીણામ ખોટુ આવી શકે છે આ રાશિના જાતકોએ પરદેશ જવાની તકો પ્રાપ્ત થશે પરદેશ સાથેના સંબંધોમાં લાભ પ્રાપ્તી થાય આ વર્ષ દરમ્યાન આ રાશિના જાતકોએ પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવો ખૂબજ જરૂરી છે આ વર્ષ દરમ્યાન લોન લેવી નહી આ રાશિના જાતકો માટે આ વર્ષના છેલ્લા ત્રણ માસ ખૂબ જ સાચવવા ચારેબાજુથી તકલીફો આવી શકે છે આ રાશિના જાતકોએ શનિ દેવ, ભગવાન શંકર અથવા ભગવા શ્રી કૃષ્ણની ભક્તિ લાભદાયક રહેશે.

કુંભ ઃ આ રાશિના જાતકોને ર૪.૧.ર૦ર૦થી શનિ દેવની મોટી પનોતી સાડા સાત વર્ષની શરૂ થાય છે. સાડા સાત વર્ષનો સમય ખૂબજ સંઘર્ષ અને તકલીફ વાળો પસાર થાય. ગુરૂ મહારાજ લાભ સ્થાન અને વ્ય સ્થાનમાંથી પસાર થવાના છે રાહુ દેવ પંચમ સ્થાન અને ચોથા સ્થાનમાંથી પસાર થવાના છે કુભ રાશિના જાતકો માટે શનિની પનોતી હોવા છતા આ વર્ષે ઘણું જ સારૂ જાય તેમ છે ધંધાદારી વ્યક્તિઓને ઉધારીમાં માલ આપવો નહી તેમજ લોભ લાલચમાં આવી ખોટુ મૂડી રોકાણ કરવું નહી વિશ્વાસઘાત દગો થવાની શકયતાઓ છે નોકરીઆત વ્યક્તિઓને અવારનવાર સ્થાન ફેર જવાબદારીનું પ્રમાણ વધે તેમજ કાકાજમાં ઉતરી અધિકારઓની કનડગતનો અનુભવ થવાનો છે વિદ્યાર્થી મિત્રોને તેમજ ઉમરલાયક વ્યક્તિઓ સાથે પ્રેમના નામે દગો તેમજ પોલીસની હેરાનગતીના યોગ છે આ રાશિની સ્ત્રીઓએ પણ અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજ કરવામાં સાચવવું આ રાશિના જાતકોએ આ વર્ષ દરમ્યાન અપંગ વ્યક્તિઓને જમાડવા સેવા કરવી તેમજ જરૂરીયાતઆવાળા વ્યક્તિને મદદ કરવી જરૂરી છે.

મીન ઃ આ રાશિના જાતકો માટે શનિ મહારાજ ર૪.૧.ર૦ર૦ થી લાભસ્થાનમાંથી પસાર થવાના છે શનિ માટે આ સ્થાન શ્રેષ્ઠ ગણાયુ છે ગુરૂ મહારાજનું ભ્રમણ પણ ખુબજ સારા સ્થાનેથી પસાર થવાનું છે રાહુ મહારાજ ચોથે અને ત્રીજેથી ભ્રમણ કરશે આ રાશીના જાતકો માટે આ સમય ખૂબ જ પ્રગતીવાળો દરેક કાર્યોમાં સફળતા ઈચ્છીત લાભ થવાના યોગ લઈને આવે છે. આ રાશિના નોકરીયાત વ્યક્તિઓને આ સમયનો સારામાં સારો લાભ મળશે. આ રાશિના ધંધાદારી અને વ્યવસાયી વ્યક્તિઓને ધંધામાં આવકની વૃધ્ધિની નવી તકો મળે. જમીન મકાન વાહનની પ્રાપ્તી થવાના યોગ છે. આ રાશિના વિદ્યાર્થીઓને સફળતાવાળો સમય ગણાય લગ્ન ઈચ્છુક સંતાન ઈચ્છુક વ્યક્તિઓને તેઓની ઈચ્છાઓ પરીપૂર્ણ કરવાવાળો સમય પસાર થશે ફકત જમીન મકાન વાહનના ખરીદ વેચાણમાં સાવધાની રાખવી જરૂરી બનશે. આ રાશિના જાતકોએ વર્ષ દરમ્યાન માતા સરસ્વતી, દુર્ગા, શંકર તેમજ ભગવાન વિષ્ણુની ભક્તિ ઉપાસના કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થવાના છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.