Western Times News

Gujarati News

બીએસએફએ ૧૦ પાકિસ્તાની બોટ સાથે ૪ની ધરપકડ કરી

ભુજ, બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે ૧૦ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ કરી છે. બીએસએફના ખાસ અમ્બુશ દળ તરફથી પિલર નંબર ૧૧૬૫ અને ૧૧૬૬ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જાેકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય અન્ય વસ્તુઓ મળી નથી. ઉલ્લેખનીય છે કે ૧૦ દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા. એવી માહિતી મળી છે કે ભારે વરસાદની આગાહી હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી.

કચ્છમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાણી પહોંચ્યાના ૨૪ કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડા બાદ કેનાલના પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા.

આ ગાબડું મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ પડ્યાનું સામે આવ્યું છે. હજુ ગઈકાલે બપોરે જ નર્મદાના નીર આ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ વિસ્તારના લોકોએ કેનાલની ગુણવત્તાને લઈને પહેલા પણ રજુઆતો કરી છે. પાણી આવ્યાના એક જ દિવસમાં કેનાલમાં ગાબડું પડતા કેનાલના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દીલધડક રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામા આવ્યું હતું.

ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્ક્યૂ કોર્ડીનેશન સેન્ટરને માહિતી મળી હતી કે યુએઈના ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ ૧ નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઈ રહ્યુ છે. જેના પગલે પોરબંદરના દરિયાથી ૧૯૫ કિલોમીટર દૂરથી પસાર થતા કાર્ગો જહાજની મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ તૈયાર થઈ ગચું હતું.

ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી અસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવાની લોભામણી અને લલચામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી એક વ્યક્તિ પાસેથી ૧૫,૮૬,૯૦૦ રૂપિયા વસૂલ કરીને છેતરપિંડી કરનાર આરોપીઓને ઇન્દોર, મધ્યપ્રદેશથી સાઇબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.