Western Times News

Gujarati News

વહુ પાસેથી ઘર ખાલી કરાવવા સાસુ હાઈકોર્ટ પહોંચ્યા

અમદાવાદ, લગ્ન થયા બાદથી જ પોતાની પત્ની ઝલક અને માતા વીણાબેનના સતત ઝગડાના કારણે કંટાળીને મહેશ પટેલ નામનો વ્યક્તિ ઘર છોડીને પેઇંગ ગેસ્ટમાં રહેવા જતો રહ્યો હતો. હવે વહુએ ગુજરાત હાઈકોર્ટમાં એ સ્પષ્ટીકરણ આપવું પડશે કે ક્યા કાયદા હેઠળ તે પોતાની સાસુના ઘરમાં રહી શકે છે

જ્યારે તેનો પતિતો તેને છોડીને ચાલ્યો ગયો છે અને સાસુ તેને ઘર બહાર કાઢવા માગે છે. હાઈકોર્ટમાં આ કેસ પહોંચતા કોર્ટે બંને પક્ષોને કેટલાક કઠોર પ્રશ્નો કર્યા હતા. આ કેસમાં મહત્વની કડી સમાન મહેશ પટેલે પત્ની અને માતાના આ ઝગડાથી પોતાને અળગો કરી લીધો છે.

મહત્વનું છે કે દૈનિક ઝગડાઓથી કંટાળીને ૨૦૧૭માં જ પતિએ પોતાને ઘરથી દૂર કરીને પીજીમાં રહેવા ચાલ્યો ગયો હતો. જાેકે તેમ છતાં સાસુ વહુ વચ્ચે કોઈ સમાધાન સધાયું નહીં. ૨૦૧૯માં સાસુ વીણાબેને સક્ષમ ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો અને પોતાના ઘર પરનો હક્ક આપવા માટે અરજી કરતા કહ્યું કે તેની પુત્રવધુ ઝલક લગ્ન થયા ત્યારથી જ મારી કનડગત કરે છે.

જે અરજીનો નિકાલ કરતા ડે. કલેક્ટરે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્‌સ એન્ડ સીનિયર સિટિઝન એક્ટ આ કાયદા હેઠળ આદેશ આપતા કહ્યું હતું કે વીણાબેન પોતાના ઘરમાં શાંતિપૂર્વ રહી શકવા જાેઈએ અને આ કિસ્સામાં પુત્રવધુ તો જ ઘરમાં રહી શકે છે જ્યારે વીણાબેન તેમ ઈચ્છતા હોય.

જે બાદ પુત્રવધુ ઝલકે આ આદેશને જિલ્લા કલેક્ટર સમક્ષ પડકાર્યો હતો કે પોતાને સાંભળ્યા વગર જ ડે. કલેક્ટરે આદેશ આપ્યો છે જે અયોગ્ય છે. જાેકે એપ્રિલ ૨૦૨૧માં જિલ્લા કલેક્ટરે ઝલકની અરજીને નકારી કાઢી હતી. બીજી તરફ પતિ ઘર છોડીને ચાલી ગયા બાદ ઝલકને પણ હવે ઘર ખાલી કરવું પડે તેમ હતું. તેવામાં તેણે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી

અને પોતે અને તેનું સંતાન ઘરમાં એક જ રુમમાં રહે છે તેમ જણાવીને ઘરમાંથી બહાર કાઢવામાં ન આવે નહીંતર અમે ક્યાં જઈશું તેવો પ્રશ્ન પણ કર્યો હતો. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ ઝલકને ઘરા કાઢવા પર સ્ટે મૂક્યો હતો. જે બાદ એક વર્ષ પછી સાસુ વીણાબેન પરત ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા

અને અપીલ કરી હતી કે હાઈકોર્ટે આપેલો સ્ટે ઉઠાવવામાં આવે અને કલેક્ટરના આદેશની અમલવારી કરવા દેવામાં આવે. તેમજ પોતાની પુત્રવધુને ઘર બહાર કાઢવા માટે મંજૂરી આપવામાં આવે. ત્યારે બુધવારે કેસની સુનાવણી કરતા હાઈકોર્ટના જજે વીણાબેનની માગણીનો હાલના તબક્કે અસ્વિકાર કર્યો હતો

અને પુત્રવધુને કહ્યું હતું કે જાે વૃદ્ધ મહિલાને કોઈ સમસ્યા ન હોય તો તે ઘરમાં રહી શકે છે. જ્યારે ઝલકના વકીલે કહ્યું કે તેની સાસુ તેને ઘરમાંથી બહાર કાઢવા માગે છે. જેના પર જજે કહ્યું કે જાે તમે વૃદ્ધ વિધવા મહિલાને સતત પરેશાન કરો તો તે બીજુ શું કરે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.