Western Times News

Gujarati News

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં માનસે મેજર અપસેટ સર્જ્યો

Maanas Kataria table tennis

પાંચમા ક્રમના માનસ  કટારિયાએ પ્રથમ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં મોખરાના ક્રમના હિમાંશ દહિયાને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદ (ટીટીએએ)ના ઉપક્રમે સેંટ ઝેવિયર્સ લોયોલા એકેડમી દ્વારા પ્રથમ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્મામેન્ટનું અહીં 8 થી 10 જુલાઈ 2022 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે અંશુલ ગર્ગ એકેડમી ખાતે તાલીમ પામેલા માનસે જુનિયર અંડર-19 બોયઝ સિંગલ્સની સેમિફાઇનલમાં હિમાંશને 4-3 (9-11,7-11, 10-12, 16-14, 12-10, 11-5,11-4)થી હરાવ્યો હતો. અન્ય સેમિફાઇનલમાં સુમિત નાયરે આસાન મુકાબલામાં અભિમન્યુ દહિયાને 4-1 (11-9, 12-10, 11-8, 8-11, 11-5)થી હરાવ્યો હતો.

જોકે હિમાંશે જુનિયર અંડર-17 બોયઝ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરીને પોતાના મેડલની આશા જીવંત રાખી છે. તેણે કાવ્ય પંજાબીને 4-0 (11-7,11-6,11-4,11-3)થી હરાવ્યો હતો. અન્ય સેમિફાઇનલમાં સુમિત નાયરને મેચ જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ અંતે તેણે જય કાપડિયા સામેની મેચ જીતી લીધી હતી. હવે ફાઇનલમાં તે હિમાંશ દહિયા સામે ટકરાશે.

હોપ્સ (અંડર-11) બોયઝ સિંગલ્સમાં તક્ષ શાહે ફાઇનલમાં દ્વિજ હિરાણીને 3-1 (11-6, 9-11, 11-5, 11-5)થી હરાવ્યો હતો.

જુનિયર બોયઝ (અંડર-19) સેમિફાઇનલ્સઃ

1. માનસ કટારિયા જીત્યા વિરુદ્ધ હિમાંશ દહિયા 4-3 (9-11,7-11, 10-12, 16-14, 12-10, 11-5,11-4)
2. સુમિત નાયર જીત્યા વિરુદ્ધ અભિમન્યુ દહિયા  4-1 (11-9, 12-10, 11-8, 8-11, 11-5)

જુનિયર બોયઝ (અંડર-17) સેમિફાઇનલ રાઉન્ડઃ
1. હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ કાવ્ય પંજાબી 4-0 (11-7,11-6,11-4,11-3)
2. સુમિત નાયર જીત્યા વિરુદ્ધ જય કાપડિયા 4-3 (6-11, 6-11, 11-9, 11-5, 11-3, 10-12, 11-7)

ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડઃ
1. જય કાપડિયા જીત્યા વિરુદ્ધ માલવ પંચાલ 4-3 (11-9, 3-11, 8-11, 6-11, 13-11, 11-8, 11-7)
2. કાવ્ય પંજાબી જીત્યા વિરુદ્ધ અવિનાશ ભાવે 4-3 (6-11, 13-15, 11-7, 8-11, 11-8, 11-9, 13-11)
3. સુમિત નાયર જીત્યા વિરુદ્ધ  અભિલાક્ષ પટેલ 4-2 (11-13, 11-8, 11-8, 8-11, 11-6, 11-6)
4. હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ આર્યન પટેલ 4-0 (11-8, 11-7, 11-4, 11-6)

સબ જુનિયર બોયઝ (અંડર-15) ક્વા. ફાઇનલ રાઉન્ડઃ
1. હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ અભિલાક્ષ પટેલ 3-0 (11-3, 13-11, 11-6)
2. માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ  તન્મય પાઠક 3-0 (11-3, 11-5, 11-8)
3. અભિશ પટેલ જીત્યા વિરુદ્ધ હિદન શાહ 3-1 (6-11,11-9,12-10,11-7)
4. વિહાન તિવારી જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ  3-2 (11-8, 5-11, 11-5, 11-3, 12-10)

કેડેટ બોયઝ (અંડર-13) ક્વા. ફાઇનલ રાઉન્ડઃ

1. વિહાન તિવારી જીત્યા વિરુદ્ધ પર્વ શાહ 3-0 (11-6, 11-4, 12-10)
2. તક્ષ શાહ જીત્યા વિરુદ્ધ રેવન્ત ઠક્કર 3-2 (11-6, 6-11, 11-8, 11-13, 11-9)
3. માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ  દ્વિજ ભાલોડિયા 3-0 (11-7, 11-5, 11-4)
4. જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ  દ્વિજ હિરાણી 3-0 (11-3, 11-7, 11-4)

 

પ્સ બોયઝ (અંડર-11) ફાઇનલઃ
તક્ષ શાહ જીત્યા વિરુદ્ધ  દ્વિજ હિરાણી 3-1 (11-6, 9-11, 11-5, 11-5)

સેમિફાઇનલ્સઃ
1. તક્ષ શાહ જીત્યા વિરુદ્ધ  ધ્યાન ચંદાક 3-1 (11-4, 5-11, 11-7, 11-8)
2. દ્વિજ હિરાણી જીત્યા વિરુદ્ધ ક્રિશય શાહ 3-2 (11-7, 9-11, 9-11, 11-6, 11-5)

 

હોપ્સ ગર્લ્સ (અંડર-11) સેમિફાઇનલ્સઃ
1. ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ  ખનક શાહ 3-0 (11-2,11-4,11-2)
2. જિયા મૈનાની જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 3-1 (7-11, 11-7, 11-5, 11-8)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.