Western Times News

Gujarati News

AMA જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે શિન્ઝો આબેને શ્રધ્ધાંજલિ અપાઈ

ભારત-જાપાન મિત્રતાનાં મહાન ચેમ્પિયન સ્વ.શ્રી શિન્ઝો આબે, જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન ને શ્રદ્ધાંજલિ આપવા 09 જુલાઈ, 2022ના રોજ સાંજે 5 વાગ્યે જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર-એએમએ ખાતે  ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)

દ્રારા જાપાન ઈન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર ખાતે 09 જુલાઈ, 2022ના રોજ ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપના મહાન ચેમ્પિયન જાપાનના માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી શિન્ઝો આબેને શ્રદ્ધાંજલિ આપવા સાંજે 5 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, ગુજરાતના પ્રમુખ શ્રી મુકેશ પટેલ; ઈન્ડો-જાપાન બિઝનેસ કાઉન્સિલના ચેરમેન શ્રી યતીન્દ્ર શર્મા; અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયા અને અન્ય પ્રેમીઓ આ ગૌરવપૂર્ણ અવસર પર જોડાયા હતા અને બે મિનિટ માટે મૌન પાળીને અને મીણબત્તી પ્રગટાવી ઉત્કૃષ્ટ નેતા માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેને  શ્રદ્ધાંજલિ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.