Western Times News

Gujarati News

પુલવામામાં સેનાના કાફલાને ફુંકી મારવાનો પ્રયાસ કરાયો

બનાવ બાદથી દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટ – બ્લાસ્ટમાં ત્રણ જવાનોને થયેલી ઈજા – હુમલા બાદ વ્યાપક શોધખોળ
શ્રીનગર,  જમ્મુ-કશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોના કાફલાને ટાર્ગેટ બનાવીને આજે હુમલો કર્યો હતો. પુલવામાના અરીહલ ગામમાં સેનાના રાષ્ટ્રીય રાઇફલના કાફલા પર આ હુમલો કરવામાં આવ્યો હતો. જાકે, આ હુમલો નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. કાફલાને બ્લાસ્ટ મારફતે ફુંકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પુલવામાના આ હુમલા બાદ સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ત્રાસવાદી હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. જાકે, સુરક્ષા દળો તરફથી આ સંદર્ભમાં હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યુ નથી.

મળતી માહિતી મુજબ, આજે સાંજે સેનાની ૪૪ રાષ્ટ્રીય રાઈફલના કાફલાને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ એ વખતે કરવામાં આવ્યો હતો જ્યારે આ કાફલો પુલવામાના અરિહલ ગામમાં Âસ્થત દરગાહની નજીકથી પસાર થઈ રહ્યો હતો. બોમ્બ પ્લાન્ટ કરીને ત્રાસવાદીઓએ કાફલાને ફુંકી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં સેનાના એક વાહનને નુકસાન થયું હતું. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. હુમલો કર્યા બાદ તપાસ અભિયાન મોટા પાયે હાથ ધરવામાં આવ્યું હતું.

દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટની જાહેરાત કરીને અરીહલ ગામમાં ઉંડી શોધખોળ હાથ ધરી છે. સમગ્ર વિસ્તારમાં શોધખોળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સેના, સીઆરપીએપ, જમ્મુ-કાશ્મીર પોલીસની ટુકડી જાડાઈ હતી. આ પહેલા પણ પુલવામામાં પણ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે ત્રાસવાદીઓ સીઆરપીએફના કાફલાને ફુંકી મારવામાં સફળ રહ્યા હતા. ૧૪મી ફેબ્રુઆરીની આ ઘટનામાં ૪૦ જવાબ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ બનિહાલમાં સીઆરપીએફના કાફલાને બોમ્બથી ફુંકી મારવાનો પ્રયાસ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.