Western Times News

Gujarati News

દિવયાંગોને ઘરના ઉપકરણો ઓપેરેટ કરવાની તકલીફ ને દુર કરવા “વાઇ-ફાઇ આધારિત હોમ ઓટોમેશન સીસ્ટમ”

ઘરના ઉપકરણો ઓપેરેટ કરવાની તકલીફ ને દુર કરવા વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ નાં વિધાર્થીઓએ વિકસાવી “વાઇ-ફાઇ આધારિત હોમ ઓટોમેશન સીસ્ટમ”

21 મી સદીના લોકો ટેક્નોલોજી અને મીડિયા-ડ્રીવન વાતાવરણમાં જીવે છે અને માહિતીની વિપુલતા, તકનીકી સાધનોમાં ઝડપી પરિવર્તન અને અભૂતપૂર્વ ધોરણે વ્યક્તિગત યોગદાન કરવાની ક્ષમતા દ્વારા ચિહ્નિત થયેલ છે. ડો. રાજુલ ગજ્જર, આચાર્યા, વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ જણાવ્યું કે, “વિશ્વના એક અબજ લોકો ડિફરન્ટલી એબલ પીપલ છે, જેમાંથી 21 મિલિયન એકલા ભારતમાં છે.

ભારતની સર્વોચ્ચ અદાલતે નિરીક્ષણ કર્યું છે કે તેઓ “ગરીબી અને નિરક્ષરતાના ચક્રમાં ફસાયેલા છે,” અને તેમના માટે ઘણું કરવાનું બાકી છે. નોંધપાત્ર વાત એ છે કે, ઘણી એવી સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ છે જે તકનીકીથી ચાલતા ઉત્પાદનો પર કામ કરી રહ્યા છે જે ડિફરન્ટલી એબલ પીપલનું સશક્તિકરણ કરી શકે.”

કાકડિયા કાર્તિક, અંબાલીયા રૂત્વિક, સંતોષ રાજભર અને પ્રશાંત ભામરે સમાજમાંથી ઓબ્ઝર્વેશન કરી પાછા ફર્યા તે વખતે ઘરના વડીલો, વૃદ્ધો અથવા દિવયાંગોને ઘરના ઉપકરણો ઓપેરેટ કરવાની તકલીફ હાર્ડ શિપને ઘટાડવા અને હોમ ઓટોમેશનના ડોમેન હેઠળ તેમને અનુકુળ આવે તે માટે ડીઝાઇન એન્જીનીયરીંગ નાં પ્રિન્સીપલ સાથે સિનિયર સિટીઝન માટે ઓબ્ઝર્વેશન અને એમ્પથી  વ્યક્ત કરી છે. તેઓએ “વાઇ-ફાઇ આધારિત હોમ ઓટોમેશન સીસ્ટમ” બનાવવાનો પ્રયાસ કર્યો છે જે કન્વેશનલ સ્વીચોની સાથે સ્માર્ટ-ફોન સાથે કાર્યરત છે.

ખાતા નાં વડા અને પ્રાધ્યાપક ડો. ઇન્દ્રજીત ત્રિવેદી વિધાર્થીઓ નો બિરદાવતા કહ્યું કે , “વૃદ્ધો અથવા દિવયાંગો માટે ઘરેલુ ઓટોમેશન નાં વિચાર વખતે લાઇટિંગ નિયંત્રણ એ એક પ્રારંભિક શરૂઆત છે. તકનીકી લાઇટ્સને સ્માર્ટફોન પરના રીમોટ કંટ્રોલ અથવા એપ્લિકેશનથી નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે અને જેમને ગતિશીલતા અથવા લાઇટ સ્વીચો સુધી પહોંચવામાં તકલીફ હોય છે તેમના માટે એક ઉત્તમ વિકલ્પ તરીકે સેવા આપી શકે છે.”

ડો. એ. એમ હક્ક , સહ પ્રાધ્યાપક,  પાવર ઇલેક્ટ્રોનીક્સ કહે છે કે, “હોમ ઓટોમેશન પ્રોડક્ટ્સ વીજ વપરાશ ઘટાડી શકે છે અને જ્યારે ઉપયોગમાં ન આવે ત્યારે આપમેળે લાઇટ અને ઉપકરણોને બંધ કરી શકે છે. હોમ ઓટોમેશન એ હાર્ડવેર, કમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક ઇંટરફેસનું નેટવર્ક છે જે ઇન્ટરનેટ દ્વારા રોજિંદા ઉપકરણોને એક બીજા સાથે સાંકળવાનું કામ કરે છે. દરેક ડિવાઇસમાં સેન્સર હોય છે અને તે Wi-Fi દ્વારા કનેક્ટ થયેલ છે, તેથી અમે તેને ઘરે બેઠાં હોઈએ કે પછી માઇલો દૂર હોવાને અમારા સ્માર્ટ ફોન અથવા ટેબ્લેટથી સંચાલિત કરી શકીએ.”

પ્રો. નિરવ મહેતા , સહ પ્રાધ્યાપક,  પાવર ઇલેક્ટ્રોનીક્સ કહે છે કે, “સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવા પાછળનો વિચાર ફક્ત રીમોટ કંટ્રોલની મુશ્કેલીઓણે દૂર કરવા માટે અને ક્યારેક ખોટી રીતે ઓપરેટ થતું હોવાને કારણે છે, આ ઉપરાંત રીમોટ કંટ્રોલની ઓપરેટીંગ રેંજ પણ એક ઓરડા પુરતી મર્યાદિત છે. તેથી મોબાઇલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.

મોબાઈલ દ્વારા અમે સારી કનેક્ટિવિટી માટે Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ પ્રોડક્ટ માટે ઇન્ટરનેટ ડેટા પર કામ કરતું નથી તે ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે ફક્ત Wi-Fi નો ઉપયોગ કરે છે. આ વાઇ-ફાઇ આધારિત હોમ ઓટોમેશન સિસ્ટમનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં પણ થઈ શકે છે. સ્માર્ટ-ફોનનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિ આ સીસ્ટમ નો ઉપયોગ કરી શકે છે. આરામ અને તેની ઉપયોગીતા ની અનુભૂતિને લીધે “વાઇ-ફાઇ આધારિત હોમ ઓટોમેશન સીસ્ટમ” તે યોગ્ય છે.”

આ પ્રોજેક્ટ નો વિચાર કેવી રીતે આવ્યો?

વિધાર્થી અંબાલિયા ઋત્વિક (મો. 7016824364) નું કહેવું છે કે “હોમ ઓટોમેશન સેવાઓ તમામ પ્રકારના લાભ પ્રદાન કરે છે અને પૈસાની બચત કરે છે. પ્રકાશને અંકુશમાં રાખવાની ક્ષમતા સાથે, શું ડિમિંગ કરવું અથવા ચોક્કસ સમયે ચાલુ / બંધ કરવું એ ઘરના માલિકને ઘણાં નાણાંની બચત થશે. આપણા રોજિંદા જીવન માં વૃદ્ધ અને બીમાર લોકોને બેસવા ઉઠવામાં તાફલિક થતી હોય છે અને ફાસ્ટ ઓફિસ વર્કમાં તેઓ તેમના ઉપકરણો જેવા કે પાંખો, લાઈટ, એસી, ટીવી વગેરે નો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે આપણે ટેકનોલોજી નો ઉપયોગ  કરીને આપને નવું બનાવીએ.”

આ પ્રોજેક્ટ કોના માટે ઉપયોગી થઈ શકે છે?

આ પ્રશ્નનો જવાબ આપતા ભામારે પ્રશાંત કહી રહ્યા છે કે “વૃદ્ધ, બીમાર વ્યક્તિ, હોસ્પિટલ, ઓફિસ, સ્કૂલ, કૉલેજ, વગેરે જીવન માં સરળ બનાવા માટે અમે એન્ડ્રોઈડ મોબાઈલ નો ઉપયોગ કારીને અમે નવું બનાવીએ છીએ જેનાથી તમે જલ્દી થી એપલાઇન્સ ને કન્ટ્રોલ કરી શકાય છે.”

આ પ્રોજેક્ટમાં કયા પ્રકારની ટેકનોલોજી વપરાયેલ છે?

આ બાબતે કાકાડિયા કાર્તિક (મો. 7096525918 ) નું કહેવું છે કે “આ પ્રોજેક્ટ માં એન્ડ્રોઈડ મોબાઇલ ના Wi-Fi અને Hotspot ના ઉપયોગ થી અમે ઘરના એપલાઇન્સ જેવાકે પાંખો, ટીવી, ફ્રિજ, ટયુબ લાઇટ, વગેરે ને આપણા એન્ડ્રોઈડ મોબાઈલથી કંટ્રોલ કરી શકાય છે. આ પ્રોજેક્ટ ને કંટ્રોલ કરવાની રેન્જ તામારા Hotspot ની રેન્જ જેટલી રેન્જ માં તમે તેમને કંટ્રોલ કરી શકો છો. અમે આ પ્રોજેક્ટ માં 4 ઉપકરણ ને કંટ્રોલ કરી શકે તેવો પ્રોજેક્ટ બનાવ્યો છે.”

આ પ્રોજેકટમાં નવીનતા અને ભવિષ્યમાં સ્કોપ અને  ખર્ચ આશરે કેટલો થાય?

રાજભાર સંતોષ (મો. 8000242920) કહે છે કે “ચાર ઉપકરણો ને ઓપરેટ કરવાં બનાવેલ પ્રોજેક્ટ બનાવવા માટે આશરે રૂ. 1000 જેટલો ખર્ચ થાય છે જેમાં તમેં કંટ્રોલ ની ક્ષમતા વધારો તો એમના ખર્ચ માં વધારો થઈ શકે છે. આ માટે પરંપરાગત સ્વીચ બોર્ડ અને વાયરીગ માં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી માત્ર એક સર્કીટ લગાવાની હોય છે. પ્રોજેક્ટમાં ભવિષ્યમાં અમે 13 જેટલા વધારે ઉપકરણ ને કન્ટ્રોલ કરવાની ક્ષમતા અને ઓછા ખર્ચે પ્રોજેક્ટ બનાવાના છીએ. અમે આનાથી સારું કરવા માટે અમે GSM નો ઉપયોગ કરીને પ્રોજેકટ બનાવીશુ જે વધારે સ્પીડ અને રેન્જ વાળું બનાવી શકાય છે. અન્ય ઉપયોગી હોમ ઓટોમેશન લાઇટિંગ સુવિધામાં કોઈ વ્યક્તિ ઓરડામાં પ્રવેશતો હોય કે બહાર જતો હોય તો તેના આધારે મોશન-સેન્સર લાઇટ્સ ચાલુ અને બંધ કરવાની ક્ષમતા પણ સાથે શામેલ હશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.