Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા લોકોનો અભૂતપૂર્વ ધસારો

છેલ્લા નવ દિવસમાં ૨.૧૦ કરોડથી વધુની આવકઃ દિવાળીના પાંચ દિવસ સહિત છેલ્લા નવ દિવસમાં ૯૦ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ લીધીઃ અહેવાલ

અમદાવાદ, કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દિવાળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. હાલમાં પ્રવાસીઓ અને મુલાકાતીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા જબરદસ્ત ક્રેઝ અને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી સૌથી વધુ પ્રવાસીઓ કેવડિયા ખાતે ઉમટી પડ્‌યા હતી. એક અંદાજ મુજબ, હજારો પ્રવાસીઓ કેવડિયા ખાતે પહોંચ્યા છે, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

દિવાળીના તહેવારોના પાંચ દિવસ મળી છેલ્લા નવ દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જેના કારણે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને માત્ર પાંચ જ દિવસમાં કરોડોની આવક થયાનો અંદાજ છે. ટિકિટ લેવા માટે પણ બે કિમીથી પણ લાંબી લાઈન લાગી હતી. . મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા એસટી નિગમને પણ લાખોની આવક થઈ છે. મહત્વનું છે કે ગઈકાલ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આવતા પ્રવાસીઓથી નિગમને લાખો પણ વધુની આવક થઈ હતી. સ્ટેચ્યું ઓફ યુનિટી મુલાકાતીઓ માટે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જા કે, દિવાળીના તહેવારો અનએ ત્રણથી ચાર દિવસના મીની વેકેશનના માહોલને લઇ ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ બાળકો, પરિવારજનો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા ઉમટયા હતા. અભૂતપૂર્વ ધસારા અને ભારે ભીડના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અવ્યવસ્થા અને કેઓસના પણ સ્વાભાવિક દ્રશ્યો સર્જાયા હતા.

ખાસ કરીને ટિકિટ લેવામાં લાંબી લાઇનો અને બેસવા માટે પૂરતી વ્યવસ્થા નહી હોવાની મહિલાઓ-બાળકોએ ફરિયાદ કરી હતી. તો, અંદર જમવાનું કે નાસ્તો લઇ જવાની પરવાનગી નહી હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ લીફ્ટમાં જવા માટે પણ લાંબી લાઇન લાગતાં લોકો કંટાળ્યા હતા અને તંત્ર દ્વારા આયોજનનો અભાવ અને વ્યવસ્થિત પ્લાનીંગ નહી કરાયું હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. એક તબક્કે ભારે ધસારો સર્જાતાં તંત્ર દ્વારા પાંચ હજાર મુલાકાતીઓની ક્ષમતા હોઇ તે પ્રમાણે જ પ્રવેશ આપવાનું નક્કી કરાયું હતું. બેસતા વર્ષના દિવસે આશરે ચારથી સાત હજાર પ્રવાસીઓ નોંધાયા હતા. તહેવારો દરમ્યાન વારેઘડીયે ટિકિટ બારી બંધ કરવી પડે તેવી દ્રશ્યો પણ સર્જાયા હતા. કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ ૭૦ ટકા ટેન્ટ અગાઉથી જ બુક કરાવીને રાખ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ૨૫૦ ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જેથી આ ચાર દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. નર્મદા ડેમ વિસ્તારોમાં અંદર તળાવ ૩ પાસે અને તળાવ ૪ પાસે બે ટેન્ટ સીટી છે ટેન્ટ સીટીના સંચાલકને પણ ખાસ ચેકિંગ અને આવનાર પ્રવાસીઓની આઈડેન્ટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લીધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.