Western Times News

Gujarati News

મુંબઈના પૂર્વ કમિશનર અને અન્ય 4 અધિકારીઓને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા?!

ભારતની સુપ્રીમકોર્ટના ચુકાદાની અવગણના કરી ફોન દ્વારા જાસુસી કરી કોઈના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરનાર મુંબઈના પૂર્વ કમિશનર સંજય પાંડે સહિત ચાર અધિકારીઓને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ આપ્યા?!

તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે! જ્યારે ડાબી બાજુની તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટના પૂર્વ જસ્ટિસ શ્રી જે. એસ. ખેહરની છે તેમના વળપણ હેઠળના નવ ન્યાયાધીશોમાં જસ્ટીસ શ્રી જે ચેલમેશ્વર, જસ્ટીસ શ્રી એસ. એ. બોબડે, જસ્ટીસ આર. કે. અગ્રવાલ, જસ્ટીસ શ્રી આર. એમ. નરીમાન

જસ્ટીસ એ.એમ.સપ્રે, જસ્ટીસ શ્રી ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી એસ.કે કૌલ, જસ્ટીસ શ્રી એસ. એ. અબ્દુલ નઝીરની ખંડપીઠે બંધારણની કલમ ૨૧ નું વ્યાપક અર્થઘટન કરીને વ્યક્તિગત ગુપ્તાના અધિકારને ‘મૂળભૂત અધિકાર’નો દરજ્જાે આપ્યા પછી કોઈ વ્યક્તિ જ નહીં સરકારના કોઈ અધિકારને કોઈના વ્યક્તિગત ‘વ્યક્તિગત જીવન’માં ડોક્યુ કરવાનો અધિકાર કે હક નથી

એવું સુપ્રીમકોર્ટ ના નવા ન્યાયાધીશોએ ઠરાવ્યું છે! સુપ્રીમકોર્ટના જસ્ટી શ્રી અભય મનોહર સપ્રે ઠરાવ્યું છે કે ‘વ્યક્તિગત ગુપ્તા એ કુદરતી અધિકાર છે જેને વ્યક્તિથી ભિન્ન કરી શકાય નહીં, ‘રાઈટ ટુ પ્રાઈવેસી’ વ્યક્તિને જન્મતાથી સાથે જ મળે છે અને મૃત્યુ સુધી અનંત રહે છે’!

કે જસ્ટીસ શ્રી ડી.વાય.ચંદ્રચુડે કહ્યું છે કે ‘કોઈપણ સભ્ય દેશ વ્યક્તિના ‘જીવન’ અને વ્યક્તિના ‘સ્વતંત્ર’ પર તરફ આવવાનો વિચાર ન કરી શકે છે’! જસ્ટીસ શ્રી સંજય કિશન કોલે કહ્યું છે કે ‘કોઈપણ વ્યક્તિના અંગત જીવનમાં તેની મંજૂરી વગર કોઈ પ્રવેશી ના શકે’!

ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના કર્મચારીઓના ગેરકાયદેસર રીતે ફોન ટેપિંગ તેના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ ઈ.વી..પી.રવિ વારાણસી સહિતના ઓ પર કર્મચારીની અંગત ફોનમાંથી માહિતી કઢાવવા કરેલા ફોન ટેપિંગ એ માનવીના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો અને ફોજદારી ગુનો નોંધવાપાત્ર ગુનો બનતા ઈડીએ ગુના નોંધી આરોપીઓની રીમાન્ડ માગતા કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ આપ્યા છે

ગેરકાયદેસર અંગત માહિતી મેળવીને વ્યક્તિને માનસિક ત્રાસ આપવાના,તેમજ તેને બદનામ કરવાના, ગેરકાયદેસર પૈસા પડવાના હેતુથી આ પ્રવૃત્તિ કરાય છે કે કેમ તેની અધિકારીઓએ તપાસ તપાસ શરૂ કરી છે જેમાં મુંબઈના પૂર્વ પોલીસ સંજય પાંડે પણ શકંજામાં આવી ગયા છે! પોલીસ આવા કેસમાં આરોપી વિરુદ્ધ અલાયદો ગુનો દાખલ કરી શકે છે

અને ગુના ના કામે વપરાયેલ સાધન જપ્ત કરીને તેની તપાસ હાથ ધરી શકે છે! નીચેની તસવીરમાં ડાબી બાજુથી ફોનની જાસુસી કરનાર અને કરાવનાર આરોપી ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ, રવિ વારણસી અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની છે આ કેસ નો આખરી ચુકાદો શું આવે છે એ જાેવાનું રહે છે અને દેશ ની સર્વોચ્ચ અદાલત સુધી કેસ જશે તો સુપ્રીમકોર્ટ નો આખરી ચુકાદો માન્ય ઠરશે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા)

સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ જે.એસ ખેહર, જસ્ટીસ જે ચેલમેશ્વર, જસ્ટીસ અભય મનોહર સપ્રે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી સંજય કિશન કૌલે વ્યક્તિગત ગુપ્તાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે ત્યારે પોલીસ કમિશનર કક્ષાની વ્યક્તિ વ્યક્તિગત જાસૂસી કરવાની ભૂલ કઈ રીતે કરી?!

‘‘શંકા કરીને બરબાદ થવું કરતા ‘વિશ્વાસ’ કરીને લૂંટાઈ જવું સારું’’! – જાેન કેનેડી

બ્રિટિશ વિચારે વિચારક જાેન્સ ટુવર્ડ મિલે સરસ કહ્યું છે કે ‘‘કોઈને ખરાબ ચિતરવા નહીં એમાં કલર તો આપણો વપરાય છે’’!! અમેરિકાના પ્રમુખ જાેન કેનેડીએ સરસ કહ્યું છે કે ‘‘જીવનની એક સાચી હકીકત છે ‘શંકા’ કરીને બરબાદ થઈ જવું એના કરતાં ‘વિશ્વાસ’ રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે’’!!

આજે સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિ વધતી જાય છે પોતાની જાતને ‘સ્માર્ટ બોય’ અથવા ‘સ્માર્ટ ગર્લ’ સમજનારા પોતાની જાતને સ્માર્ટ પોલીસ અધિકારી સમાજનારા, પોતાની જાતને સ્માર્ટ એન્જિનિયર સમજનારા, પોતાની જાતને સ્માર્ટ બિઝનેસમેન સમજનારા પોતાની કહેવાથી ‘સ્માર્ટ નેસ્ટ’માં અદભુત અને મોટા ગુના તરફ વળે છે અને પોલીસ પકડે છે

અને જેલમાં મોકલે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે દિલ્હીમાં ગેરકાયદેસર ફોન ટેપિંગ કરીને કોઈની ગુપ્ત માહિતી મેળવવાની પ્રવૃત્તિમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના પૂર્વ વડા એમ.ડી રવિ નારાયણ, ટોચના એક્ઝિક્યુટિવ ચિત્ર રામકૃષ્ણ સહિતનાઓ વિરુદ્ધનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે

કહેવાય છે કે પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે દ્વારા સ્થાપિત કંપનીની સ્ટોક માર્કેટના કર્મચારીઓની જાસુસી માટે નિયુક્તિ કરાવી હતી!! કોઈપણ વ્યક્તિની અંગત જાસૂસી કરવી કરાવી એ દેશના સર્વોચ્ચ કાયદા બંધારણ મુજબ પણ ગુનો ગણાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.