Western Times News

Gujarati News

ગાંધીનગર નજીકના ગામોમાં સબ પ્લોટીંગ કરીને ઉભા કરાયેલા બાંધકામો તોડી પાડવામાં આવશે

ગુડાની મંજુરી વિના જ આ પ્રકારના બાંધકામો વધી રહયા છેઃ ગુડાએ આ બાંધકામ પ્રવૃત્તિ બંધ કરી દેવા માટે ચેતવણી આપી

ગાંધીનગર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (GUDA) ના વિસ્તારમાં આવેલા ગામોમાં મંજુરી વિના જ સબ પ્લોટીગ કરીને પ્લોટ વેચાણને સ્કીમો તેમજ સબ પ્લોટના આધારે મકાન બાંધકામ કરવાનીપ્રવૃત્તિ ફુલીફાલી છે. જયારે આ સ્થિતીને ધ્યાનમાં રાખી ગુડાએ પણ કડક પગલા લેવા આયોજન કર્યું છે.

ગુડા દ્વારા આ પ્રકારના મંજુરી વિનાના મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. ગુડા વિસ્તારમાં વધતી આ હરકતથી ગ્રાહકો સાથે પણ છેતરપિડી થતી હોવાનું ધ્યાને આવ્યું છે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (GUDA) ની હદમાં સમાવીષ્ટગામોમાં ગુડાની કોઈપણ પ્રકારની મંજુરી લીધા વિના જ બિન અધિકૃત રીતે સબ પ્લોટીગ કરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જયારે આવા બાંધકામ અલગ અલગ તબકકામાં ચાલી રહયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

આ મામલે મુખ્ય કારોબારી અધિકારી દ્વારા જણાવાયા મુજબ ગુડા વિસ્તારમાં જનરલ એગ્રીકલોચર ઝોન અને પ્રાઈમ એગ્રીકલ્ચર ઝોન નિયત કરવામાં આવ્યા છે. જયારે આ વિસ્તારમાં સી જી ડી સીઆરની જાેગવાઈ મુજબ સબ પ્લોટીગ મળવાપાત્ર નથી.

જયારે એગ્રીકલ્ચર ઝોનમાં કોઈએ સ્કીમ મુકી હોય અને બાંધકામ કરવામાં આવી રહયું હોય તો તમામ કામગીરી તુરંત જ બંધ કરી દેવાની રહેશે તેમ પણ જણાવાયું છે. જયારે બિનઅધિકૃત રીતે પ્લોટ પાડીને બાંધકામ કરવામાં આવશે તો આ પ્રકારના બાંધકામ ગુડા દ્વારાશ દુર કરવામાં આવશે.

એટલું જ નહી પરંતુ સબ પ્લોટીગ સંબંધીત પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુડાની મંજુરી તેમજ બાંધકામ પરવાનગીના મુદે જમીનની પ્લોટ કે મકાન તેમજ અન્ય હેતુનું બાંધકામ ખરીદનાર ગ્રાહકે તે મિલકતની અધિકૃતતા અંગે ગુડાની કચેરીમાંચ જઈને ખરાઈ કરવાનું પણ અનિવાર્ય છે.

અલબત ગુડા દ્વારા આગામી દિવસોમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જયારે સબ પ્લોટીગમાં બાંધકામ તોડી પાડવામાં આવશે જયારે તોડી નાંખવામાં આવેલા બાંધકામ સંદર્ભે ખરીદનાર અને વેચનાર બંનેની જવાબદારી રહેશે. તેમ પણ જણાવાયું છે.

ગુડા વિસ્તારમાં સમાવીષ્ટ ગામોમાં આ પ્રકારના બાંધકામો વધ્યા છે. જયારે આ પ્રવૃત્તિને આગળ વધતી અટકાવવા માટે ગુડા કક્ષાએથી હવે ત્વરીત અસરથી પગલા લેવાનું આયોજન કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.