Western Times News

Gujarati News

સુકેશે પોતાના હેર ડ્રેસર દ્વારા જેકલીન સંપર્ક કર્યો હતો

મુંબઈ, જ્યારથી ઈડીએ એક્ટ્રેસ જેકલીન ફનાર્ન્ડિઝનું નામ સુકેશ ચંદ્રશેખરની સાથે જાેડ્યું છે, તેને લઈને ચર્ચાઓ વધી ગઈ છે. જેકલીનને સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવાઈ રહેલા મની લોન્ડ્રિંગ રેકેટમાં સાક્ષી અને સંભવિત પાર્ટનર તરીકે ટેગ કરવામાં આવી હતી, ત્યારથી તે બધાની નજરોમાં છે. સુકેશ સાથેની તેની તસવીરો પણ તેના કથિત અફેરની ચાડી ખાય છે.

બંનેની પ્રેમ કહાની જાન્યુઆરી ૨૦૨૧માં શરૂ થઈ હતી, જ્યારે ચંદ્રશેખરે કથિત રીતે તિહાર જેલમાંથી જેકલીનને ફોન કરવાનું અને મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું. પહેલા તો જેકલીને સુકેશને કોઈ જવાબ ન આપ્યો, તો પણ સુકેશે પોતાના હેર ડ્રેસર દ્વારા તેનો સંપર્ક કર્યો.

તે પછી તેણે પોતાને એક ટીવી નેટવર્ક અને જ્વેલર્સના માલિક તેમજ ગૃહ મંત્રી અમિત શાહની નજીકના તરીકે રજૂ કર્યો. ઈડીએ સૂત્રોને આપેલી પ્રિન્ટમાં જણાવ્યું કે, આ ત્યારે થયું જ્યારે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું.

રિપોર્ટમાં કહેવાયું છે કે, એક્ટ્રેસે પૂછપરછ દરમિયાન ઈડીને જણાવ્યું કે, તેને એ વાતની જાણકારી પણ ન હતી કે, સુકેશ જેલની અંદરની બોલી રહ્યો હતો અને તે ઘણી વખત વિચારતી હતી કે, સુકેશ તેને મળવાથી કેમ બચતો રહે છે.

જાેકે, ચંદ્રશેખ કથિત રીતે વિડીયો કોલ દ્વાર જેકલીનના સતત સંપર્કમાં હતો. તે તિહાર જેલમાં બનાવેલી ઓફિસમાંથી જ તેની સાથે વાત કરતો હતો.

એ અંગે વાત કરતા ચંદ્રશેખરના વકીલ અનંત મલિકે એક ન્યૂઝ પોર્ટલે જણાવ્યું કે, જાેક તેમનું અફેર ઘણું થોડા સમય માટે ચાલ્યું, પરંતુ જેકલીન ક્યારેય સુકેશને જેલમાં નથી મળી. તેમણે ખુલાસો કર્યો કે, તે માત્ર બે વખત મળ્યા અને લગભગ સાત મહિના સુધી સંપર્કમાં રહ્યા.

તેમણે એમ પણ જણાવ્યું કે, કોઈ વ્યક્તિને સારી રીતે જાણવા માટે આ ઘણો લાંબો સમય છે. વકીલના કહેવા મુજબ, ગૂગલ પર સર્ચ કરવાથી પણ જાણી શકાશે કે સુકેશ કૌણ છે. તે ઉપરાંત, તેની પત્ની લીના પણ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે અને તેણે ‘મદ્રાસ કેફે’માં અભિયન કર્યો છે.

સુકેશ એક સમયે મુંબઈમાં રહેતો હતો અને તેની ત્યાંથી જ ધરપકડ કરાઈ હતી. તો, સુકેશ કૌણ છે, એ હવે સ્પષ્ટ છે અને એ અશક્ય છે કે જેકલીનને તે ક્યાં છે તેની જાણ ન હોય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.