Western Times News

Gujarati News

માલદીવ્સમાં ફ્રેન્ડ્‌સ સાથે વિકી અને કેટરિનાનું એડવેન્ચર

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ માલદીવ્સમાં ફ્રેન્ડ્‌સ અને પરિવારના કેટલાક સભ્યો સાથે જીવનનો બેસ્ટ ટાઈમ એન્જાેય કરી રહ્યા છે. તેઓ ત્યાં એકબીજા સાથે મસ્તી કરવાની સાથે-સાથે એડવેન્ચર પણ કરી રહ્યા છે. તેમના એક્ઝોટિવ વેકેશનની તસવીરો અને વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

સોમવારે તેઓ તમામે ત્યાં ઝિપલાઈનિંગ કર્યું હતું, જેનો વીડિયો વિકી કૌશલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તેની સાથે ભાઈ સની કૌશલ, તેની ગર્લફ્રેન્ડ શરવરી વાઘ, કેટરીના કૈફ, તેની બહેન ઈઝાબેલ, ફિલ્મમેકર આનંદ તિવારી, પત્ની અંગીરા ધર, કબીર ખાન, મિનિ માથુર અને ફિલ્મમેકર કરિશ્મા કોહલી જાેવા મળ્યા. વીડિયોના કેપ્શનમાં એક્ટરેે લખ્યું છે ‘જીવનનો શ્રેષ્ઠ ભાગ’.

અંગીરાએ કોમેન્ટ કરતાં લખ્યું છે ‘આ મને ઈમોશનલ બનાવી રહ્યોમ છે’. કેટરીના કૈફે માલદીવ્સના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ પણ કર્યું હતું. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે, જેમાં તે બ્લેક કલરની મોનોકિનીમાં જાેવા મળી રહી છે. સ્કૂબા ડાઈવિંગ કરવામાં કેટરીના કૈફની સાથે તેની ગર્લ ગેંગ પણ જાેડાઈ હતી. જેમાં ઈઝાબેલ કૈફ, શરવરી વાઘ અને ઈલિયાના ડિક્રૂઝનો સમાવેશ થાય છે.

એક્ટ્રેસે ઈન્ટાગ્રામ સ્ટોરીમાં તેમની સાથેની તસવીર શેર કરી છે. વિકી કૌશલે હાલમાં જ વધુ એક તસવીર શેર કરી છે. જેમાં તેને રિસોર્ટની બહાર રાખવામાં આવેલી નેટ પર ઉંઘીને ચિલ કરતો જાેઈ શકાય છે. તેણે ગ્રે શર્ટ અને શોર્ટ્‌સ પહેર્યું છે. આ સાથે તેણે લખ્યું છેSone-wah!.

જણાવી દઈએ કે, કેટરીના કૈફ પતિ વિકી કૌશલ અને બાકીના લોકો સાથે બર્થ ડે વીક સેલિબ્રેટ કરી રહી છે. ૧૬ જુલાઈનો રોજ તેનો બર્થ ડે હતો, જે તેણે ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. એક દિવસ પહેલા વિકીએ કેટરીના સાથે સુંદર તસવીર શેર કરી હતી, જેમા બંને વ્હાઈટ આઉટફિટમાં ટિ્‌વનિંગ કરતાં દેખાયા હતા. કેપ્શનમાં તેણે ઈન્ફિનિટી ઈમોજી મૂક્યું હતું.

કપલની આ તસવીર ફેન્સને એટલી પસંદ આવી હતી કે ટિ્‌વટર પર એક્ટરને ટ્રેન્ડ કર્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’માં દેખાશે. આ ફિલ્મની જાહેરાત મહામારી દરમિયાન કરવામાં આવી હતી અને ગયા વર્ષે શૂટિંગ પૂરું થયું હતું. ‘ફોન ભૂત’ ૭ ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

આ સિવાય એક્ટ્રેસ સલમાન ખાન સાથે ‘ટાઈગર ૩’માં પણ જાેવા મળશે. તેની પાસે ફરહાન અખ્તરની રોડ ટ્રિપ ડ્રામા ‘જી લે ઝરા’ પણ છે. જેમાં તે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ, વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સામ બહાદુર’માં કામ કરી રહ્યો છે. તેની સાથે સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ અને ગોવિંદા નામ મેરા પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.