Western Times News

Gujarati News

૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: બેસ્ટ એક્ટર અજય દેવગણ અને સુર્યા

68th national film awards

તુલસીદાસ જુનિયર શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ,  શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ સૂરરાય પોતારુને મળ્યો, સાઉથની અભિનેત્રી અપર્ણા બાલામુરલીએ સૂરરાય પોટ્રૂ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો

નવી દિલ્હી,  ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત શુક્રવાર (૨૨ જુલાઈ)થી શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. તેનું પીઆઈબીના સોશિયલ મીડિયા હેન્ડલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ વર્ષે સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર તુલસીદાસ જુનિયર અને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ સૂરરાય પોતારુને મળ્યો છે. અજય દેવગન (તાન્હાજી ધ અનસંગ વોરિયર) અને સાઉથ સુપરસ્ટાર સુર્યાને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તે જ સમયે, સાઉથની અભિનેત્રી અપર્ણા બાલામુરલીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે.

ગયા વર્ષની વાત કરીએ તો દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છિછોરે શ્રેષ્ઠ ફિલ્મ માટે, કંગના રનૌતને શ્રેષ્ઠ અભિનેત્રી અને મનોજ બાજપેયી અને દક્ષિણ અભિનેતા ધનુષને શ્રેષ્ઠ અભિનેતા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
કલા, સંસ્કૃતિ, સિનેમા અને સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવે છે. કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી.

શ્રેણીઓ વિશે વાત કરીએ તો, શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર હિન્દી, બંગાળી, કન્નડ, મરાઠી, મણિપુરી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, છત્તીસગઢી, હરિયાણવી, ખાસી, ગુમ, તુલુ અને પાણીયા ભાષાઓ માટે આપવામાં આવે છે.

વર્ષ ૨૦૨૧માં કંગના રનૌતને ફિલ્મ મણિકર્ણિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ તેનો ચોથો એવોર્ડ હતો. આ પહેલા તેને ક્વીન, તનુ વેડ્‌સ મનુ અને ફેશન માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. કંગના ઉપરાંત સાઉથ સ્ટાર રજનીકાંત, ધનુષ અને મનોજ બાજપેયીને ૬૭મા નેશનલ એવોર્ડમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય પુરસ્કારો ૨૦૨૨ની યાદી
૧. શ્રેષ્ઠ અભિનેતા – અજય દેવગન (તાનાજી ધ અનસંગ વોરિયર) અને દક્ષિણ અભિનેતા સુર્યા (સુર્યા)
૨. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ – તુલસીદાસ જુનિયર.
૩. શ્રેષ્ઠ અભિનેત્રી – અપર્ણા બાલામુરલી (સૂરરાય પોટ્રૂ માટે)
૪. શ્રેષ્ઠ સહાયક અભિનેતા – બિજુ મેનન (એકે અયપ્પનમ કોશિયુમ માટે)
૫. શ્રેષ્ઠ નિર્દેશક – મલયાલમ નિર્દેશક સચ્ચિદાનંદન કેઆર (અયપ્પનમ કોશિયુમ)
૬. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (શિવરંજિનિયમ ઇનમ સિલા પેંગલમ ફિલ્મ માટે)
૭. વિશેષ ઉલ્લેખ જ્યુરી એવોર્ડ – બાળ કલાકાર વરુણ બુદ્ધદેવ
૮. સૌથી વધુ ફિલ્મ મૈત્રીપૂર્ણ રાજ્ય – મધ્યપ્રદેશ
૯. વિશેષ ઉલ્લેખ રાજ્ય – ઉત્તરાખંડ અને યુપી
૧૦. સિનેમા એવોર્ડ પર શ્રેષ્ઠ લેખન – ધ લોંગેસ્ટ કીસ
૧૧. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – સૂરરાઈ પોટારુ
૧૨. શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ – તાનાજી ધ અનસંગ વોરિયર
૧૩. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલ – નંચમ્મા (અયપ્પનમ કોશિયુમ માટે)
૧૪. શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષ – રાહુલ દેશપાંડે (મરાઠી ફિલ્મ આઈ એમ વસંતરાવ માટે)
૧૫. શ્રેષ્ઠ ગીત – મનોજ મુન્તાશીર (સાઇના માટે)
૧૬. બેસ્ટ ડાયલોગની કેટેગરીમાં તમિલ ફિલ્મ મંડેલાએ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો.
અન્ય એવોર્ડ્‌સ નીચે મુજબ છે – નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો એવોર્ડ હિંદીમાં વિશાલ ભારદ્વાજને મળ્યો છે. તેમને આ ‘૧૨૩૨ દ્ભસ્જીઃ મરેંગે તો વહીં જાકર’ માટે મળ્યો છે. – સ્પેશિયલ જ્યુરી એવોર્ડ હિંદી અને અંગ્રેજીમાં ‘એડમિડેટ’ ને મળ્યો છે. જેના ડાયરેક્ટર ઓજસ્વી શર્મા છે.
– બેસ્ટ ઈંવેસ્ટિગેશન ફિલ્મનો એવોર્ડ ‘ધ સેવિઅરઃબ્રિગેડિયર પ્રીતમ સિંહ’ પંજાબીને મળ્યો છે. આના ડાયરેક્ટર ડો. પરમજીત સિંગ કટ્ટુ છે.
– બેસ્ટ એડિટિંગનો એવોર્ડ ‘બોર્ડરલેંડ્‌સ’ મળ્યો છે.
– બેસ્ટ ઓડિયોગ્રાફીનો એવોર્ડ ‘પર્લ ઓફ ધ ડેઝર્ટ’ રાજસ્થાનીને મળ્યો છે.
– બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ ‘ઓહ ડેટ્‌સ ભાનૂ’ને મળ્યો છે.
– ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’ ને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન કેટેગરીમાં એસ થમનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
– તમિલ ફિલ્મ મંડેલા માટે નિર્દેશક મડોના અશ્વિનને બેસ્ટ ડેબ્યૂડેંટ ડાયરેક્ટરને નેશનલ એવોર્ડ મળ્યો છે.
– તમિલ ફિલ્મ સોરરાઈ પોટ્ટરુના નિર્દેશક સુધા કોંગરુને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
– સૂર્યાની તમિલ ફિલ્મ સોરરાઈ પોટ્ટરૂને ૬૮મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની લિસ્ટમાં બેસ્ટ સ્ક્રીન પ્લેનો એવોર્ડ મળ્યો છે.
(અનુસંધાન નીચેના પાને)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.