Western Times News

Gujarati News

હવે મચ્છરોનો ઉપદ્રવ ડામવા પહેલીવાર ડ્રોનનો ઉપયોગ

Now drones are being used for the first time to control mosquito infestation

આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ અને મશીન લર્નીંગના સુગમ્ય સમન્વયના પરિણામે આરોગ્યક્ષેત્રે આમૂલ પરિવર્તન આવશે

મહેસાણા,  જિલ્લામાં ચોમાસા દરમ્યાન હવે મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે અને તેના કારણે મચ્છરજન્ય રોગ ફેલાય એવી દહેશત જાેવા મળી રહી છે. આથી મચ્છરના ઉપદ્રવને ડામવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મચ્છરના લાર્વાની નાબુદી માટે ડ્રોનની

મદદથી ઓર્ગેનિક લાર્વિસાઈડ છંટકાવના પાયલોટ પ્રોજેકટનો મહેસાણા જિલ્લાના વિસનગરથી પ્રારંભ કરાવ્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સેન્સર આધારીત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરના ઉપદ્રવને ડામવા મહેસાણા જિલ્લાથી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો છે.

આ આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગનું નિયંત્રણ કરવામાં આરોગ્ય વિભાગને સહાય મળશે.એટલે કે જે વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમનું પહોંચવું મુશકેલ છે તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે. મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ખાનગી કંપની સહયોગ થી

સેન્સર આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે અને છંટકાવ માટેનો આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લા પંચાયત અને પ્રાઈમ યુએવી પ્રાઇવેટ લિમીટેડ કંપની દ્વારા પ્રાયોગિક ઘોરણે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેની સફળતાબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના સર્વે અને દવાઓના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.