Western Times News

Latest News from Gujarat India

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે અમિત શાહના હસ્તે કળશ-સ્થાપન

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે કળશ-સ્થાપન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, સર્વે ધારાસભ્યોશ્રીઓ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરા, ઔડાના ચેરમેન શ્રી ડી.પી.દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ તેમજ ગ્રામજનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.

“ગાંધીનગર લોકસભા – હરિયાળી લોકસભા”ને ચરિતાર્થ કરવા ઔડા દ્વારા મિશન મિલિયન ટ્રી” અભિયાન અંતર્ગત રૂ. ૧૦.૧૭ કરોડના ખર્ચે SP રીંગ રોડની ફરતે તેમજ રૂ. ૬.૦૬ કરોડના ખર્ચે ઔડા હસ્તકના ગામોમાં વૃક્ષો વાવવાના કામનું ખાતમુહુર્ત શ્રી અમિતભાઈ શાહ વરદ હસ્તે કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત ૭૬ કિલોમીટર લંબાઈના SP રીંગ રોડની ફરતે અંદાજે ૩૦,૦૦૦ વૃક્ષો વાવવાનું અને તેની માવજત કરવાનું આયોજન છે. ઔડા હસ્તકના ગામો પૈકી ૭૫ ગામમાં અમૃતવન બનાવવાનું આયોજન છે. જ્યારે  પ્રત્યક ગામમાં ૭૫ વૃક્ષો વાવી અને તેની માવજત પણ કરાશે.. આમ, વાયુ પ્રદુષણ ઘટશે અને ગ્રામજનોની સ્વાસ્થ્ય સુધરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers