Western Times News

Gujarati News

માછીમારોની જાળમાં ફસાઈ ૧૬ ફૂટની શ્રાપિત માછલી

નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના જીવ છે. કેટલાક જીવોને પૌરાણિક પણ માનવામાં આવે છે. તમે તેમના વિશે ઘણી વાર્તાઓ વાંચી અને સંભાળી હશે. પણ રિયલ લાઈફમાં ભાગ્યે જ કોઈએ જાેયું હશે. ચિલીના એરિકા રહેતા કેટલાક માછીમારોએ આવા જ એક જીવનો શિકાર કર્યો છે.

આ પ્રાણી દેખાવમાં ફિલ્મોમાં બતાવેલા શાપિત પ્રાણી જેવું લાગે છે. આ માછલીનું કદ ખૂબ મોટું હોય છે અને તેને ઓરફિશ કહેવામાં આવે છે. આ માછલી પાંચ મીટર (૧૬ ફૂટ)થી વધુ લાંબી હોય છે. ચિલીના દરિયાકિનારે તેને પકડવામાં આવી છે.

આ સમાચાર મળતા જ આ માછલી જાેવા લોકોની ભીડ જામી ગઇ હતી. ટિકટોક પર આનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જેને લાખો લોકોએ જાેયો છે. તેના સ્ક્રીનશૉટ ભારતમાં શેર કરવામાં આવી રહ્યા છે. આ માછલીને હૂક સાથે ફસાયેલી બતાવવામાં આવી હતી, જેને ઘણા મજૂરો ક્રેનથી ઉપર ઉઠાવી રહ્યા છે.

આ પોસ્ટથી લોકોમાં ચિંતા ઉભી થઈ હતી કારણ કે આ પ્રાણી પરંપરાગત રીતે સુનામી અને ભૂકંપ માટે અપશુકન તરીકે જાેવામાં આવે છે. આ બાબતે એક યુઝરે લખ્યું કે, ઓરફિશ ઊંડાણમાં જીવે છે. ટેક્ટોનિક પ્લેટો હલનચલન થાય ત્યારે તે સપાટી પર આવવા લાગતી હોવાનું કહેવાય છે. આ વિસ્તારના આસપાસના લોકોનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ આ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાઈ શકે છે.

ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં તેને ડરામણી ગણાવી હતી. આવી સ્થિતિમાં કેટલાક ઇન્ટરનેટ યુઝર્સ આ પ્રાણી ઉપર આવતા પાણીની અંદરના ભૂકંપનો સંકેત મળ્યો હોવાનું માને છે. આઉટલેટ અનુસાર, આ માન્યતાના મૂળમાં દંતકથાઓ છે. જેમાં ઓરફિશ ભૂકંપ અને સુનામીનું અપશુકન માનવામાં આવે છે.

પણ આ સિદ્ધાંતને વિજ્ઞાન દ્વારા ક્યારેય પુષ્ટિ મળી નથી. અહી ઉલ્લેખનિય છે કે, ઓરફિશ ૧૧ મીટર સુધીની લંબાઈ સુધી પહોંચી શકે છે. તેઓ સામાન્ય રીતે ઊંડા પાણીમાં રહે છે અને જ્યારે તેઓ બીમાર હોય, મૃત્યુ પામે અથવા સંવર્ધન કરે છે ત્યારે જ સપાટી પર આવે છે. આ માછલીને સ્પોટ કરવી દુર્લભ છે. એપ્રિલમાં ન્યુઝીલેન્ડના એક બીચ પર ઓરફિશ મળી આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.