Western Times News

Gujarati News

ટેલિકોમ સેક્ટરમાં ૪૦,૦૦૦ કર્મચારીઓની નોકરીમાં છટણીની શક્યતા

 ૯ર,૦૦૦ કરોડથી વધુનો ભાર દૂર કરવા કંપનીઓ પગલુ ભરી શકે છે
(એજન્સી) નવીદિલ્હી, ભારતીય વાણિજ્ય ક્ષેત્ર આગામી છ મહિનામાં લગભગ ૪૦,૦૦૦ લોકોની નોકરીઓ પર કાતર ફેરવી શકે છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ટેલિકોમ કંપનીઓછ ૯ર,૦૦૦ કરોડથી વધુના ભારમાં દબાઈ ગઈ છે. આવામા આ ભારને દૂર કરવા માટે આ કંપનીઓ પોતાનો વર્કફોર્સ ઘટાડી શકે છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ટેલિકોમ કંપનીઓને એેજીઆર વિવાદ પર ટેલિકોમ વિભાગને ૯ર૬૪૧ કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે.

એવામાં તેમાંથી બહાર આવવા માટે કંપનીઓએ લગભગ ર૦ ટકા સુધી પોતાનો કાર્યબળ ઘટાડવો પડશે. આવનારા સમયમાં આ આંકડો વધી પણ શકે છે. સીઆઈઈએલ એચઆર સર્વિસેજમાં નિર્દેશક અને સીઈઓ આદિત્ય નારાયણ મિશ્રાએ જણાવ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટના આ નિર્ણય પછી ટેલિકોમ કંપનીઓ લગભગ ૪૦,૦૦૦ નોકરીઓ ઉપર કાતર ફેરવી શકે છે.

મિશ્રાએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે હાલની સ્થીતિને જાતા, ટેલિકોમ કંપનીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ મુશ્કેલી એટલી ગંભીર છે કે કેટલીક કંપનીઓનું દેવાળીયું થઈ શકે છે. એજીઆર વિવાદ એરટેલ અને વોડાફોન આઈડીયા જેવી ટેલિકોમ કંપનીઓના નાણાંને અડચણ પહોંચાડનારો છે. એરટેલે વિવાદિત રકમના લગભગ ર૩.૪ ટકા એટલે લગભગ ર૧૬૮ર કરોડ રૂપિયા આપવા પડશે. જ્યાં વોડાફોન આઈડીયાની ચુકવણી વધુ છે. વોડાફોન આઈડીયાએ ૩૦.પપ ટકા એટલે ર૮,૩૦૮ કરોડ રૂપિયા ટેલિકોમ વિભાગને ચુકવવા પડશે.

સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી ભારતી એરટસેલે પોતાના બીજા ત્રિમાસિકના પરિણામ ૧૪ નવેમ્બર સુધી માટે ટાળી દીધા છે. સાથે જ કંપનીએ આ મુદ્દા પર સરકાર પાસે સહયોગની પણ માંગ કરી છે. કંપનીના જુલાઈ-સપ્ટેમ્બર-ત્રિમાસિકના પરિણામ મંગળવારે જારી થવાના હતા. પરંતુ કંપનીએ સ્ટોક એક્ષચેંજાને આપેલી સુચનામાં જણાવ્યુ હતુ કે પરિણામોની જાહેરાત ૧૪ નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.