Western Times News

Gujarati News

મધર કેર સ્કૂલના બે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક મેળવ્યાં 

LEAD helps small town students score big in CBSE Class 10 exams.

લીડે નાનાં નગરોના વિદ્યાર્થીઓને સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવવામાં મદદ કરી

– વર્ષની શરૂઆતથી બોર્ડની પરીક્ષાના પરિણામો સુધી વિદ્યાર્થીઓના સ્કોરમાં 23 ટકાનો મોટો વધારો

નડિયાદ, સમગ્ર ભારતમાં લીડ-પાવર્ડ સ્કૂલ્સ માટે ગર્વની ક્ષણ છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની વર્ષ 2022ની બેચએ સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓમાં અકાદમિક ઉત્કૃષ્ટતાનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરીને રેકોર્ડ તોડી નાંખ્યા છે. કોવિડને કારણે શિક્ષણ ક્ષેત્રને થયેલા નુકસાનના કારણે નીચા સ્તરે શરૂ કરવા છતાં વિદ્યાર્થીઓએ વર્ષની શરૂઆતથી બોર્ડની પરીક્ષાના પરિણામો સુધી પ્રશંસનીય 23 ટકાની હરણફાળ ભરી હતી.

આ લીડની ધોરણ 10ની કડક વ્યવસ્થાથી શક્ય બન્યું હતું, જેમાં સઘન પ્રેક્ટિસ અને સમયસર સુધારા સામેલ છે. ઉપરાંત લીડના 127 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે સ્કોર મેળવ્યો હતો, જેમાં મધર કેર સ્કૂલ, નડિયાદના બે વિદ્યાર્થીઓ – પટેલ સાક્ષી હિતેનકુમાર (93.4 ટકા) અને પટેલ નિસર્ગ જિજ્ઞેશકુમાર (90 ટકા) સામેલ છે.

લીડે આ નગરોમાં તથા ભારતના મેટ્રો અને મોટા શહેરોમાં ઉપલબ્ધ શિક્ષણની ગુણવત્તા વચ્ચે રહેલી અસમાનતા દૂર કરીને ટિઅર 2+ નગરોમાં સ્કૂલોની કાયાપલટ કરી છે. લીડ ઊંડા સંશોધિત અભ્યાસક્રમ, આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતી શૈક્ષણિક પદ્ધતિ અને વાજબી ફી ધરાવતી ખાનગી શાળાઓમાં શિક્ષણ માટે ટેકનોલોજીના સમાધાનોના સંદર્ભ મારફતે 1.4 મિલિયનથી વધારે વિદ્યાર્થીઓ માટે પરિણામો સુધારવા 25,000થી વધારે શિક્ષકોને સક્ષમ બનાવ્યાં છે. લીડ સાથે સંચાર, જોડાણ અને મહત્વપૂર્ણ વૈચારિક ક્ષમતા જેવી ભવિષ્યની કુશળતાઓ ઊભી કરીને જીવનમાં સફળતા મેળવવા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.

લીડના સહ-સ્થાપક અને સીઇઓ સુમીત મહેતાએ કહ્યું હતું કે, “વર્ષ 2022માં લીડ સીબીએસઇ ધોરણ 10ના વિદ્યાર્થીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ! આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક વૃદ્ધિ અને ઉત્કૃષ્ટ પરિણામો  લીડ જેવી સ્કૂલ સિસ્ટમનો પુરાવો છે, જે ભારતમાં નાનાં શહેરો કે નગરોમાં પણ મેટ્રોની જેમ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકે છે.”

લીડ સમગ્ર ભારતમાં સ્કૂલ્સ માટે તેમજ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં સ્કૂલ્સ માટે સ્ટેટ બોર્ડના પ્રોગામ્સ માટે એડવાન્સ સીબીએસઇ અભ્યાસક્રમ ઓફર કરે છે. અભ્યાસક્રમ સંબંધિત બોર્ડની સૂચિત, લેટેસ્ટ માર્ગદર્શિકા સાથે સુસંગત છે અને સુનિશ્ચિત કરે છે કે, દરેક બાળકનું શિક્ષણ ખરાં અર્થમાં સર્વાંગી છે અને તેમાં રાષ્ટ્રીય સ્તરે તક મળવાની બાબત સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.