Western Times News

Gujarati News

SVP ચલાવવા મ્યુનિસિપલ હોસ્પીટલોને કટ ટુ સાઈઝ કરવા થઈ રહેલા પ્રયાસ

વી.એસ.ના દર્દી એલ.જી-શારદાબેન તરફ વળ્યા : એલ.જી. શારદાબેનમાં બેડની
અછતઃ સ્ટ્રેચર પર સુવડાવી સારવાર અપાય છે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એસવીપી હોસ્પીટલને ચલાવવા માટે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને નામશેષ કરી છે. વી.એસ.હોસ્પીટલ હાલ માત્ર પ૦૦ પથારી થી જ કાર્યરત છે. તેમ છતાં એસવીપીમાં દર્દીઓ સારવાર માટે જતા નથી. તેમજ જયારે પણ દર્દીઓ અથવા તેમને પાછા ધકેલવામાં આવી રહયા છે.

તેથી એસવીપી હોસ્પીટલની બચાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પીટલને “દિવ્યાંગ” બનાવવા કે “બદનામ” કરવાનું ષડયંત્ર રચાયું હોવાની દહેશત વ્યકત થઈ રહી છે. છેલ્લા એક-બે મહીનામાં મ્યુનિ.સંચાલિત હોસ્પીટલોમાં જે દુર્ઘટનાઓ બની છે કે પછી દર્દીઓ સાથે જે રીતે વ્યવહાર થઈ રહયા છે. તેવા કિસ્સા ભૂતકાળમાં જવલ્લે જ જાવા મળ્યા હતા.

વી.એસ. માંથી મલ્ટી-સ્પેશ્યાલીટી સેવાઓ બંધ કરવામાં આવ્યા બાદ એલ.જી. અને શારદાબેન હોસ્પીટલમાં દર્દીઓને ઘસારો વધી રહયો છે. પરંતુ તેની સેવામાં અપગ્રેડ કરવામાં વહીવટીતંત્ર ને રસ નથી. જયારે શાસકપક્ષ દ્વારા નવી હોસ્પીટલ બનાવવા માટે વિચારણા કરવામાં આવી રહયા છે.
મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવીપી હોસ્પીટલને ચલાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને વી.એસ.નો ભોગ લીધો છે. વી.એસમાંથી બેડની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યા બાદ નિષ્ણાત તબીબોની સેવાઓમાં પણ કાપ મુકવામાં આવી રહયો છે. વી.એસ.ના ૧ર૦ કરતા વધુ તબીબો એસવીપીમાં લઈ જવામાં આવ્યા છે. તથા તેને નોન-ટીચીંગ ઈન્સ્ટીયુટ જાહેર કરવામાં આવ્યા બાદ રેસી.તબીબોની પણ ગેરહાજરી જાવા મળી રહી છે.

આ તમામ કારણોસર દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. તેમજ વી.એસ.ને સંપૂર્ણપણે કાર્યરત કરવાની માંગ પ્રબળ બની રહી છે. આવા સંજાગોમાં મ્યુનિ. વહીવટીતંત્ર એ માત્ર અને માત્ર એેસવીપીને ચલાવવા માટે નિર્ણય કર્યો છે. તથા કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોને “કટ-ટુ સાઈઝ” કરવામાં આવી રહી હોય તેવો માહોલ જાવા મળે છે. વી.એસ.હોસ્પીટલમાં છેલ્લા એક મહીનામાં જે બનાવો બન્યા છે.

તેવા કિસ્સા ૮૪ વર્ષના ઈતિહાસમાં પણ જવલ્લે જાવા મળ્યા છે. નર્સ દ્વારા ભુલથી નાની બાળકીનો અંગુઠો કપાઈ જાય કે પછી એક કલાક સુધી બેસાડી રાખીને પ્રસૃતાની સારવાર માટે નનૈયો ભણવા જેવા કેસ વી.એસ.ના ઈતિહાસમાં ભાગ્યે જ જાવા મળ્યા છે. વી.એસ.માં દર્દીઓને આ પ્રકારની હાલાકી થઈ રહી હોવા છતાં વી.એસ.બોર્ડના અધ્યક્ષ દર્દીઓ કે શહેરીજનોને સાંત્વના ના બે શબ્દો પણ બોલવામાં નાનપ અનુભવી રહયા હોય તેમ માનવામાં આવે છે.

“મારી મરજી વિરૂધ્ધ વી.એસ.માંથી એક પણ તબીબ એસવીપીમાં નહીં જાય” તેવા દાવા વી.એસ. અધ્યક્ષ દ્વારા કરવામાં આવતા હતા. વી.એસ.ના અધ્યક્ષ આ પ્રકારના પોકળ દાવા કરતા રહ્યા અને કમીશ્નર સાગમટે ૧રપ તબીબોને એસવીપીમાં લઈ ગયા છે. શરમજનક બાબત એ છે કે વી.એસ.બોર્ડની મંજૂરી વિના તબીબોને એસવીપીમાં લઈ જવામાં આવ્યા હોવા છતાં તેની પ્રેસમીટીગમાં મ્યુનિ. કમીશ્નરની સાથે વી.એસ.બોર્ડના અધ્યક્ષ પણ જે તે સમય હરખાતા જાવા મળ્યા હતા. !

વી.એસ.બોર્ડના અધ્યક્ષ વારંવાર “મારે વી.એસ. ચલાવવી છે” ના ઉચ્ચારણ કરે છે. પરંતુ દર્દીની ફાઈલ ફેકવામાં આવે કે નાની બાળકીના અગૂંઠા કપાઈ જાય ત્યારે વી.એસ. સાથે કોઈ લેવા દેવા ન હોય તેવા વ્યવહાર કરી રહયા હોય તેમ માનવામાં આવી રહયું છે. ચોકાવનારી બાબત એ છે કે એસવીપીની લ્હાયમાં એલ.જી. અને શારદાબેન હોસ્પીટલ તરફ પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહયું નથી. મ્યુનિ.ભાજપના કોર્પોરેટરો જ આ બાબતે ફરીયાદ કરી રહયા છે.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ વી.એસ.માં સારવારનું પ્રમાણ ઓછું કરવામાં આવ્યા બાદ ગરીબ દર્દીઓ એલ.જી. અને શારદાબેન હોસ્પીટલમાં સારવાર માટે જઈ રહયા છે. જેના કારણે આ બંને હોસ્પીટલોની પરિસ્થિતિ દયનીય બની રહી છે. એલ.જી.હોસ્પીટલના આઈ.સી.યુ. વોર્ડમાં બેડ ખુટી રહયા છે. તેથી દર્દીઓને સ્ટ્રેચરમાં સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. એલ.જી.હોસ્પીટલમાં પોર્સ્ટમોર્ટમ રૂમ બનાવવા માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેનો અમલ થતો નથી. એલ.જી.ની સીકયોરીટી અત્યંત નબળી છે.

હોસ્પીટલ બિલ્ડીંગમાં જ ખૂન થયું હતું. તે સમયે ટોળા જાઈને સીકયોરીટી ગાર્ડ ભાગી ગયા હતા. ઘટનાસ્થળેથી ગાર્ડ ભલે જતા રહયા હોય પરંતુ હોસ્પીટલ કેમ્પસના અન્ય ગાર્ડને એકત્રીત કરવા કે પોલીસ ને બોલાવવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. એલ.જી.બિલ્ડીગમાં થયેલ મર્ડર કેસ મામલે પણ મ્યુનિ. કમીશ્નર અને હોદેદારો મૌન રહયા છે.

એલ.જી. હોસ્પીટલની જેમ જ શારદાબેન હોસ્પીટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ તેની સામે બેડની સંખ્યામાં વધારો તાત્કાલીક થઈ શકે તેમ નથી. મ્યુનિ. હોસ્પીટલ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે એલ.જી.માં ૧૧૦૦ અને શારદાબેનમાં ૮૦૦ બેડની સુવિધા છે. સામાન્ય સંજાગોમાં આ સંખ્યા પુરતી છે.

પરંતુ વી.એસ.ના દર્દીઓ આ બંને હોસ્પીટલમાં સારવાર લેવા આવી રહયા હોવાથી અસામાન્ય સંજાગોમાં જ બેડની અછત સર્જાય છે. સદ્દર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શારદાબેન હોસ્પીટલની પાસે કોર્પોરેશનનો રીઝર્વ પ્લોટ છે જેમાં નવું બિલ્ડીંગ બનાવવા વિચારણા ચાલી રહી છે.

તેવી જ રીતે વસ્ત્રાલ એસ.પી.રીંગરોડથી અસલાલી સર્કલ સુધીના રોડ ઉપર પણ ૧૦૦ બેડની હોસ્પીટલ બનાવવામાં આવશે. આ વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે.

તેમજ અનેક ઔધોગિક એકમો આવેલા છે. અકસ્માત ના સંજાગોમાં દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તે હેતુથી આ હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવશે. એસવીપી હોસ્પીટલ હાલ ૩૦૦ બેડ થી કાર્યરત છે. ટુંક સમયમાં ૧પ૦ નવા બેડ આવી જશે. એસવીપીને જેનેટીક દવાઓની માન્યતા મળી ગઈ છે. તેથી દર્દીઓને સસ્તાભાવે દવાઓ પણ મળી શકશે.

એસવીપીમાં હાલ દૈનિક ૪૦૦થી પ૦૦ દર્દીના ઓપીડીમાં આવે છે. જયારે વી.એસ.માં ૮૦૦ અને એલ.જી.માં ૧પ૦૦ દર્દી ઓપીડી આવી રહયા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.