Western Times News

Gujarati News

નવેમ્બર ત્રીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા

કોંગ્રેસ હજુ સુસ્ત દેખાઈ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપવા કમર કસી લીધી છે

અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીએ તો ક્યારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ હજુ આંતરિક ઝઘડાઓ ઉકેલવામાં પડી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, રાજ્યમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.

તેના માટે રાજ્યના ચૂંટણી પંચે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાઈ રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ અમદાવાદ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં દિવાળી પછી તરત જ આ જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાવાની વાત હતી. પરંતુ હવે તે વહેલી યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

રાજ્યના ચૂંટણી પંચે મતદાર યાદીની ચકાસણી અને નવા મતદારોની નોંધણીનું કામ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાઓ અને તેને સંબંધિત કામો માટે શિબિરો અને સેમિનારોનું ચૂંટણી પંચે આયોજન પણ કરી રહ્યું છે. જાે વહેલી ચૂંટણી યોજાશે તો વર્તમાન સરકાર પાસે માત્ર ત્રણ મહિના જેટલો સમય બચશે. રેવન્યુ રેકોર્ડ મુજબ ચોમાસાની ઋતુ ૧૫ સપ્ટેમ્બર સુધી હોવાથી સરકાર કોઈ મોટા પ્રોજેક્ટ હાથ ધરી શકશે નહીં.

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પછી આવેલી ભૂપેન્દ્ર પટેલની સરકારને માંડ એક વર્ષનો સમય મળ્યો છે. ત્યારે ભાજપના મોવડીમંડળનો નેતૃત્વ પરિવર્તનનો ર્નિણય યોગ્ય હતો કે નહીં તે પણ આ ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં હાલ તો કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં દેખાતી નથી,

પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવા ઘણું જાેર લગાવી રહી છે. ત્યારે ભાજપ માટે આ ચૂંટણી માત્ર જીતવાનું જ નહીં, પરંતુ સારી બેઠકો પર વિજય સાથે જીતવું ઘણું મહત્વનું છે. જેથી ભાજપ ગુજરાત તેનો ગઢ છે તે સાબિત કરી શકે.

ભાજપ માટે આ ચૂંટણી કેટલી નિર્ણાયક છે, તે એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં મોદી છથી વધુ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેથી રાજ્ય ચૂંટણી મોડમાં આવી ગયું છે.

પીએમ મોદીએ રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્‌સ લોન્ચ કર્યા છે. જેમાં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલા સૌથી મહત્વાકાંક્ષી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો સમાવેશ થાય છે. તેમણે એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટ પણ લોન્ચ કર્યું છે.

મુખ્યમંત્રીએ પણ શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખી ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. ભાજપ દ્વારા પાર્ટીના કાર્યક્રમો જિલ્લા સ્તરે શરૂ યોજાઈ રહ્યા છે અને ધારાસભ્યોને તેમના મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવા કહેવાયું છે. જાેકે, હાલના ઘણા ધારાસભ્યોનું પત્તું કપાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસે તેના સ્થાનિક નેતાઓને ખભે ચૂંટણી જીતાડવાની જવાબદારી નાખી છે.

ઉપરાંત ૨૦૧૭માં કોંગ્રેસને ૨૫ વર્ષના સૌથી વધુ બેઠકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ફરી ગુજરાતની જવાબદારી સોંપી છે. તો, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત પર ફોકસ વધારી દીધું છે અને ગુજરાતની મુલાકાતો વધારી દીધી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.