Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ-૧૨૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો 

રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૨ જી ઓગષ્ટ,૨૦૨૨ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં ૧૬ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં ૦૯ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં ૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

જ્યારે તિલકવાડા અને નાંદોદ તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૧૨૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૧૫૭૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાને જાળવી રહ્યો છે.

જ્યારે સાગબારા તાલુકો-૧૨૦૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૧૯૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૦૫૫ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૦૧૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૨.૧૨ મીટર, કરજણ ડેમ-૧૦૮.૨૪ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૬.૯૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૩ મીટર અને નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૬.૨૬ મીટરની સપાટીએ હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.