Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી- અમિત શાહે બદલ્યા સોશિયલ મિડીયાના ડીપી

વડાપ્રધાન મોદીએ પણ લોકોને તેમના સોશિયલ મીડિયા પેજના ડીપીમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી છે

નવી દિલ્હી,  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટિ્‌વટર ડીપી બદલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના તમામ સોશિયલ મીડિયા પેજની ડીપી બદલ્યા છે. તેમણે ડીપીમાં ત્રિરંગાની તસવીર લગાવી છે.

વડાપ્રધાને પણ લોકોને તેમના સોશિયલ મીડિયા પેજના ડીપીમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી છે. પોતાના કહ્યું કે ‘૨ ઓગસ્ટ એક ખાસ દિવસ છે. તેમણે કહ્યું છે કે ‘એવા સમયે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને દેશ ત્રિરંગા અભિયાન સાથે જાેડાવા માટે ઉત્સાહિત છે,

ત્યારે આપણે આપણા ત્રિરંગા માટે જન આંદોલનની ઉજવણી કરવાની જરૂર છે. મેં મારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલી નાખી છે. હું તમને પણ એવું જ કરવાની અપીલ કરું છું.

રવિવારે તેમની ‘મન કી બાત’માં પીએમએ લોકોને અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમગ્ર દેશમાં ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી તહેવાર તરીકે ઉજવવામાં આવશે. લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ છે.

તેમણે કહ્યું, ‘તિરંગો આપણને એક કરે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.’ વડાપ્રધાને લોકોને અપીલ કરી કે તેઓ ૨ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર રાષ્ટ્રધ્વજની તસવીર લગાવે.

પીએમએ કહ્યું કે ૨ ઓગસ્ટનો દિવસ પણ તિરંગા માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરનાર પિંગાલી વેંકૈયાનો જન્મ આ દિવસે થયો હતો. તિરંગાની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને એક રીતે વેંકૈયાનું સન્માન કરવું પડશે. આ પ્રસંગે પીએમએ મેડમ કામા (ભીકાજી રુસ્તમ કામા) વિશે પણ ચર્ચા કરી જેમણે ત્રિરંગાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.