Western Times News

Gujarati News

ડ્રોન હુમલામાં અલ કાયદાનો ચીફ ઝવાહિરી માર્યો ગયો

અફઘાનિસ્તાનમાં છુપાયો હતો આતંકવાદી સંગઠન અલ કાયદાનો ચીફ અયમાન અલ-ઝવાહિરી: લાદેનના મૃત્યુ પછી ઝવાહિરીએ સંભાળી હતી કમાન

વૉશિંગટન,  અમેરિકા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેમણે આતંવાદી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ ઝવાહિરીને એક ડ્રોન હુમલામાં ઠાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી અલ કાયદાનો ચીફ અલ-ઝવાહિરી જ હતો. અયમાન અલ-ઝવાહિરીના મૃત્યુથી ચોક્કસપણે સંગઠનને મોટો ઝાટકો લાગ્યો હશે.

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં સીઆઈએના ડ્રોને ઠાર કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને ટિ્‌વટ કરીને અલ ઝવાહિરીના મૃત્યુની પૃષ્ટિ કરી છે.

રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને પોતાની પ્રથમ ટિ્‌વટમાં લખ્યું છે કે, શનિવારના રોજ મારા આદેશ અનુસર અમેરિકાએ અફઘાનિસ્તાન, કાબુલમાં સફળ હવાઈ હુમલો કર્યો, જેમાં અલ કાયદાના વડા અમીર અયમાન અલ ઝવાહિરીનું મૃત્યુ થયું છે. નય્યા મળી ગયો છે. ઉલ્લેખનીય છે કે અલ ઝવાહિરી પર અમેરિકામાં થયેલા અનેક હુમલાઓનો આરોપ હતો.

વર્ષ ૨૦૦૧માં ૧૧ સપ્ટેમ્બરના રોજ અમેરિકા પર થયેલા હુમલામાં ઝવાહિરીએ મોટી ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે, તે હુમલામાં અમેરિકાના ચાર ડોમેસ્ટિક વિમાનોને હાઈજેક કરીને તેમને ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટિ્‌વન ટાવર, વોશિંગ્ટન પાસે રક્ષા મંત્રાવય પેંટાગન અને પેંસિલવેનિયામાં ટકરાવવામાં આવ્યા હતા.

આ હુમલામા લગભગ ૩ હજાર લોકોનાં મૃત્યુ થયા હતા. જાે બાઈડને પોતાની આગામી ટિ્‌વટમાં લખ્યું તે, જે લોકો અમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમનાથી અમેરિકાના લોકોની સુરક્ષા કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્‌સ પ્રતિબદ્ધ છે. આજે અમે એક વાતની સ્પષ્ટતા કરવા માંગીએ છીએ-

ભલે ગમે તેટલો સમય લાગી, ભલે તમે ગમે ત્યાં પણ છુપાવવાનો પ્રયત્ન કરો, અમે તમને શોધી લઈશું. અમેરિકાના એક અધિકારીએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું કે, અમેરિકાની સિક્રેટ એજન્સીએ રવિવારના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર ડ્રોન સ્ટ્રાઈક કરી હતી.

આ હુમલામાં અયમાન અલ-ઝવાહિરીનું મૃત્યુ થયું છે. આ હુમલો અફઘાનિસ્તાનમાં કાઉન્ડર ટેરરિઝમ ઓપરેશન અંતર્ગત કરવામાં આવ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહઉલ્લાહ મુજાહિદે પણ આ હુમલાની પૃષ્ટિ કરી છે. તેમણે અમેરિકા તરફથી કરવામાં આવેલા આ હુમલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ આંતર્રાષ્ટ્રીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૦૧ના હુમલા સિવાય અલ ઝવાહિરી પર વર્ષ ૨૦૦૦માં ૧૨ ઓક્ટોબરના રોજ યમનમાં અમેરિકન જહાજ યુએસએ કોલ પર પણ હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં અમેરિકાના ૧૭ નેવી અધિકારીનું મૃત્યુ થયુ હતું અને ૩૦ ઈજાગ્રસ્ત થયા હતા.૭ ઓગસ્ટ, ૧૯૯૮ના રોજ કેન્યા અને તન્ઝાનિયામાં અમેરિકન એમ્બેસી પર કરવામાં આવેલા બ્લાસ્ટમાં ભૂમિકા હોવા બદલ અલ ઝવાહિરીને અમેરિકામાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.