Western Times News

Gujarati News

રાજસ્થાનના મુખ્યમંત્રી 4 ઓગસ્ટે અમદાવાદમાંઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, હોદ્દેદારો સાથે બેઠક

Ashok Gehlot Rajasthan CM

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગેહલોત ૪ ઓગસ્ટે અમદાવાદ આવશે. અશોક ગેહલોત આમ તો ૨૦ જુલાઈના રોજ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરવાના હતાં પરંતુ કોઈ કારણોસર તેમનો આ પ્રવાસ મુલતવી રખાયો હતો.

જેથી હવે તેઓ ૪ ઓગસ્ટે અમદાવાદ આવીને પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી, હોદ્દેદારો સાથે બેઠક યોજશે. વિધાનસભાની ચૂંટણી અગાઉની રણનીતિ નક્કી કરવા માટે ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ૧૨૫ બેઠકો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે મિશન ૧૨૫ને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચાર ઓગસ્ટે ગુજરાત આવશે. અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ, પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે.

લોકસભા બેઠક દિઠ નિમણૂક કરાશે અને સિનિયર નિરીક્ષકોનો માર્ગદર્શન આપશે. ગેહલોત પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપરાંત પક્ષના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. મહત્વનું છે કે ગેહલોત અગાઉ ૧૯ જુલાઇએ આવવાના હતા. પરંતુ તે દિવસે મુલાકાત મોકુફ રહી હતી. હવે તેઓ ચોથી ઓગષ્ટે ગુજરાત આવશે.

વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રદેશ કોંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, પ્રભારી અને સહ પ્રભારીના નેતૃત્વમાં ઓબીસી, એસટી, એસસી ઓજ સવાર વાગતો ‘ભોપૂ’ તો અંદર ગયો, હવે સવારે ભોપૂ સાંભળવા નહીં મળે

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની ધરપકડ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કટાક્ષ કર્યો છે. એકનાથ શિંદેએ કહ્યું કે, હવે રોજ સવારે ૮ વાગ્યે વાગતો ભોપૂ તો અંદર જતો રહ્યો. હવે સવારે સવારે ભોપૂ સાંભળવા નહીં મળે. તેમણે કહ્યું કે, એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પોતાનું કામ કરી રહી છે.

જા તમે ઈમાનદાર છો, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. જેવું કરશે, તેવું ભરશે. ઈડી પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસમાં ૬ કલાક કરતા વધુ સમય સુધી પૂછપરછ બાદ રવિવારે રાત્રે શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં રજુ કરી ચાર ઓગષ્ટ સુધી કસ્ટડીમાં લીધા છે.

જાકે સંજય રાઉતે દાવો કર્યો કે, તેઓ નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, મારી વિરુદ્ધ ખોટી કાર્યવાહી, ખોટા પુરાવા લોકોને મારી મારીને બનાવવામાં આવી રહ્યા છે. એ માત્ર મહારાષ્ટ્ર અને શિવસેનાના નબળા કરવા માટે છે, પરંતુ મહારાષ્ટ્ર અને શિવસેના નબળા નહીં થાય. સંજય રાઉત ઝૂકે નહીં અને પાર્ટી પણ નહીં છોડે. તો ઈડી દ્વારા ધરપકડ સંજય અને રાઉતના ઘરે મળેલા ૧૧.૫૦ લાખ રૂપિયાને લઈને ભાઈ સુનિલ રાવતે દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે, આ નકલી કેસ છે. ઈડી પાસે સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જાડાવા માટે કશું જ નથી. ઈડ્ઢને જે પૈસા મળ્યા છે, તે શિવસૈનિકોના અયોધ્યા પ્રવાસ માટે હતા. આ પૈસાઓના બંડલ પર ‘એકનાથ શિંદે અયોધ્યા ટૂર’ પણ લખ્યું હતું.’ મુંબઈના પાત્રા ચોલ કૌભાંડ સાથે જાડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં ઈડીએ કાલે કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ સંજય રાઉતની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અજય મિશ્રા ટેનીનું કહેવું છે કે સંજય રાઉત વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી અને હવે કંઈક મળવા પર ઈડીએ તેમની ધરપકડ કરી છે. તેમની પહેલા પણ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. એજન્સીઓ પુરાવા વિના આ પ્રકારની કાર્યવાહી કરતી નથી.

તો આ દરમિયાન સંજય રાઉતની ધરપકડના મુદ્દે સંસદમાં પણ હોબાળો થયો છે. રાજ્યસભાથી લઈને લોકસભા સુધી આજે સવારે જ ખૂબ હોબાળો થયો. જેના કારણે બંને સદનોની કાર્યવાહી બપોર સુધી સ્થગિત થઈ ગઈ હતી.

ત્યારબાદ શિવસેનાના સાંસદ સંસદ બહાર જઈને હોબાળો કરવા લાગ્યા હતા.”’ને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ. જેમાં આ સમામજમાં વધુ મતદાન થાય અને કોંગ્રેસ તરફ મતદાન થાય તેવા પ્રયાસો માટે રણનીતિ ઘડાઈ. આ સમાજના અગ્રણી નેતાઓ બુથ કક્ષાએ જવાબદારી સોંપાઈ છે.

ગુજરાત કોંગ્રેસ સંગઠનના અનેક માળખા અને હોદ્દા હજુ પણ એવા છે કે જેના માટે યોગ્ય પસંદગી કરવાની બાકી છે ત્યારે આ બેઠકની અંદર રાજ્યમાં સંગઠનના બાકી માળખા અંગે ચર્ચા કરી નિયુÂક્તઓ કરવા માટેની મહોર પણ મારવામાં આવશે.

કોંગ્રેસમાં જીલ્લા સ્તરે તેમજ તાલુકા સ્તરે સંગઠનની થઈ રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવશે. તાલુકા અને જિલ્લા સ્તરેથી પણ કામગીરી અંગેનો ફીડ બેક લેવાની કવાયત ગેહલોતની મુલાકાત દરમિયાન હાથ ધરાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.