Western Times News

Gujarati News

CNG ગાડીમાં ફરવું મોંઘુ થશેઃ કિંમતમાં ૧.૯૯ રૂપિયાનો વધારો

પ્રતિકાત્મક

CNGનો જૂનો ભાવ ૮૩.૯૦ રૂપિયાથી વધારી આજથી નવો ભાવ ૮૫.૮૯ રૂપિયા લાગુ થઈ જશે

ગાંધીનગર,  ગુજરાતમાં અદાણીએ ફરી એક વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. CNG ગેસમાં ૧.૯૯ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ત્યારે CNG નો જૂનો ભાવ ૮૩.૯૦ રૂપિયાથી વધારી આજથી નવો ભાવ ૮૫.૮૯ રૂપિયા લાગુ થશે. આજથી આ નવો ભાવ અમલી થશે. જેથી નાગરિકોના ખિસ્સા પર બોજ પણ વધશે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે.

કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જાેવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.