Western Times News

Gujarati News

સંસદમાં મોંઘવારી પર ચર્ચા વેળા સાંસદે ખાધુ કાચું રીંગણ

MP ate raw brinjal during debate on inflation in Parliament

NEW DELHI, AUG 1 (UNI):- TMC MP Kakoli Ghosh Dastidar speaking on the discussion on price rise in Lok Sabha during the monsoon session of Parliament in New Delhi on Monday. (Sansad TV) UNI PHOTO-111U

TMCના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ગુસ્સામાં કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ

નવી દિલ્હી,  દેશની સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. તેવામાં આજે મોંઘવારી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ટીએમસીના મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભામાં ઉભા થઈને કાચુ રીંગણ ખાધુ. હકીકતમાં ટીએમસી સાંસદે મોંઘવારી પર વિરોધ નોંધાવવા આ કિમિયો અજમાવ્યો હતો. MP ate raw brinjal during debate on inflation in Parliament

આ સાથે તેમણે કહ્યું કે રસોઈ ગેસ એટલો મોંઘો છે કે કાચા શાકભાજી ખાવા પડશે. કાચુ રીંગણ ખાઈને મોંઘવારીનો વિરોધ કરનાર ટીએમસી સાંસદ કાકોલી ઘોષે એલપીજીના ભાવ ઘટાડવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ ૪ વખત વધ્યા છે.

પહેલા રસોઈ ગેસ ૬૦૦ રૂપિયાનો હતો, જે હવે ૧ હજાર રૂપિયાનો થઈ ગયો છે. તે ગુસ્સામાં બોલ્યા કે સરકાર શું ઈચ્છે છે કે અમે કાચા શાકભાજી ખાઈએ. સાંસદે કહ્યું કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવો જાેઈએ. તેમણે વિરોધ દરમિયાન રીંગણ ખાધુ નહીં પરંતુ માત્ર દાંતથી કાપ્યું અને દર્શાવ્યું કે તે ખાઈ રહ્યાં છે.

તેમણે કહ્યું કે આ શાક હું કાચુ ખાવાની વાત કરી રહી છું. તેમણે સંસદમાં પોતાની વાત રાખતા કહ્યું કે આજના સમયમાં ગરીબ અને મજબૂર કઈ રીતે આટલો મોંઘો બાટલો ખરીદી શકે. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ જે કાચુ ખાવાની ટેવ પાડવા માંગે છે તેને બંધ કરવી પડશે.

કાકોલી ઘોષે જૂના સમયને પણ યાદ કર્યો હતો. તેમના પ્રમાણે એક જમાનામાં સિલિન્ડરના ભાવ વધી જાય તો આ સરકારના એક નેતા ખાલી સિલિન્ડર લઈને પરિસરમાં આવ્યા અને સિલિન્ડરના ભાવ વધ્યા તો વિરોધ કર્યો હતો પરંતુ આજે કોઈ વિરોધ કરે તો તેનો અવાજ બંધ કરી દેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.