Western Times News

Gujarati News

ધ્રાંગધ્રા પાસે તળાવમાં ડૂબતા ૫ બાળકોનાં મોત

પ્રતિકાત્મક

મેથાન-સરવાળ વચ્ચેના તળાવમાં બાળકો ન્હાવા પડ્યા હતાઃ પાંચેય બાળક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા

સુરેન્દ્રનગર,  ધ્રાંગધ્રા પાસે આવેલા એક તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં આવેલા મેથાન-સરવાળ વચ્ચેના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા હતા અને તેઓનાં મોત નીપજ્યા હતા. પાંચ બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની વાત વહેતી થતા ગામના લોકો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં હતી. જે બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. ધ્રાંગધ્રામાં એક તળાવમાં પાંચ બાળકો ડૂબી જતા તેઓના મોત નીપજ્યા છે. મેથાન-સરવાળ વચ્ચે આવેલા એક તળાવમાં બાળકો ન્હાવા માટે ગયા હતા.

જ્યારે બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા તો કોઈ કારણોસર તેઓ તળાવમાં ગરકાવ થયા હતા. જે બાદ પાંચેય બાળકો તળાવમાં ડૂબ્યા હતા અને તેઓનાં મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકોનાં ટોળે ટોળા તળાવ પાસે ઉમટ્યા હતા.

બીજી તરફ, બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બાદમાં પાંચેય બાળકોનાં મૃતદેહોને બહાર કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક સાથે ગામના પાંચ બાળકોનાં તળાવમાં ડૂબી જવાથી મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પાંચેય બાળકોનાં પરિવારમાં માતમ છવાયો હતો. બાળકોનાં મોત બાદ પાંચેય પરિવારના સભ્યોમાં ભારે આક્રંદ જાેવા મળ્યું હતું. ત્યારે પોલીસે પણ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના વાલિયા ગામમાં પણ એક યુવક તળાવમાં ડૂબ્યો હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. વાલિયા ગામની નીલકંઠનગર સોસાયટી પાસેના તળાવમાં એક યુવક માછીમારી કર્યા બાદ તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. આ ૩૫ વર્ષીય યુવક તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.

તો ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ યુવકની લાશ શોધી કાઢી હતી અને તેને બહાર કાઢી હતી. ત્યારે પોલીસે યુવકનો મૃતદેહ કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.