Western Times News

Gujarati News

મહેમદાવાદમાં પોલીસ ચોકીમાં ઘૂસીને સ્ટાફ ઉપર હુમલો કર્યો

રેલવે પોલીસ ચોકીની અંદર ૨ પોલીસકર્મી કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરાતા પોલીસ દોડતી થઈ હતી

ખેડા,  મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો થયાનો ચકચારી બનાવ બન્યો છે. રેલવે પોલીસ ચોકીની અંદર ૨ પોલીસકર્મી કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપ વસાવા પર જીવલેણ હુમલો કરાતા પોલીસ દોડતી થઈ હતી.

મહેમદાવાદના બે રીઢા ગુનેગાર સહિત ૭ લોકોએ હુમલો કરીને આણંદ પોલીસને ચેલેન્જ ફેંકી હતી. તોફાનકારોએ પથ્થરમારો કરી રેલવે પોલીસ ચોકીમાં તોડફોડ પણ કરી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત બંને પોલીસકર્મી સારવાર હેઠળ છે.
મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની હતી.

રેલવે પ્લેટફોર્મ પર આવેલ રેલવે પોલીસ ચોકીની અંદર પોલીસ કર્મચારીઓ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મહેમદાવાદના બે રીઢા ગુનેગારો સહિત સાત વ્યક્તિઓની ટોળકીએ રેલવે પોલીસ ચોકીમાં ઘૂસી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ રેલવે પોલીસ ચોકી પર પત્થરમારો કરી પોલીસ ચોકીનો દરવાજાે તોડ્યો હતો. બાદમાં અંદર ઘૂસીને તોડફોડ કરી હતી. મહેમદાવાદ રેલ્વે પોલીસ ચોકીના કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપ વસાવા ઉપર કરવામાં ઘાતક હુમલો કરાયો.

પોલીસ કોન્સ્ટેબલ રવિ ચૌહાણે થોડા દિવસ અગાઉ રીઢા ગુનેગાર સાહિલ નામનાં આરોપી સામે ૈંઁઝ્ર ૩૩૨ નો ગુનો દાખલ કર્યો હતો. તેની રીસ રાખી મહેમદાવાદ રેલવે પોલીસ ચોકીના બંને પોલીસ કર્મચારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો.

ઘટનાની જાણ થતા જ વડોદરા ડીવાયએસપી, નડિયાદ રેલવે પીએસઆઈ સહિત પોલીસ કાફલો મહેમદાવાદ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તપાસ કરતા જાણવા મળ્યુ કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાહિલ અને સાગર નામનાં આરોપીઓ પર ચોરી મારામારી જેવા અનેક ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. હુમલાની ઘટના બાદ તુરંત પોલીસ એક્શન આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

માળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા રીઢા ગુનેગાર સાહિલ નામના આરોપી સામે કોન્સ્ટેબલ રવિ ચૌહાણે ૈંઁઝ્ર ૩૩૨નો ગુનો દાખલ કર્યો હતો. જેની અદાવતમાં મહેમદાવાદ રેલવે પોલીસ ચોકી પર બંનેએ હુમલો કર્યો હતો. બંને પોલીસ કર્મચારીઓ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પોલીસને ચેલેન્જ ફેંકી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

વડોદરા રેલવે ઙ્ઘઅજॅ દ્વારા આરોપીઓને પકડવા માટે ચાર ટીમો બનાવાઈ છે. તેમજ આ ઘટનાામં ૭ હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. સાથે જ બંને આરોપીઓ પર સરકારી મિલકતને નુકસાન અને સરકારી કામમાં દખલગીરી કરવાનો ગુનો દાખલ કરાયો છે. આરોપીઓ સામે અગાઉ પણ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.