Western Times News

Gujarati News

RBIએ રેપોરેટમાં વધારો કર્યો: EMIમાં થશે વધારો

Files Photo

નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની RBI MPC Meetingની ઓગસ્ટ ૨૦૨૨ની બેઠક આજે પૂરી થઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક બાદ આજે સવારે ૧૦ વાગે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય છે.

આ કારણે MPCને તમામ સભ્યોએ સર્વસંમતિથી રેપોરેટમાં ૫૦ બેસિસ પોઈન્ટ વધારવાનો ર્નિણય લીધો છે. RBIના રેટ વધવાથી બેંકોના તમામ લોન મોંઘા થઈ જશે. જેની અસર હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના ઈએમઆઈ ઉપર પડશે. એનો અર્થ એ કે તમારે લોન રિપેમેન્ટ માટે વધુ માસિક વધુ હપ્તો ચૂકવવો પડી શકે છે.

આ બેઠક પહેલા સોમવારથી બુધવાર સુધી થવાની હતી પરંતુ કેટલાક કારણોસર ટાળવી પડી. રિઝર્વ બેંકે મોંઘવારી કાબૂમાં કરવા માટે આ વર્ષ મે મહિનાથી રેપો રેટ વધારવાની શરૂઆત કરી છે. રિઝર્વ બેંકે MPC બેઠક મે મહિનામાં બોલાવી હતી. મોંઘવારી વધવાના કારણે આ પગલું ભરવું પડ્યું હતું. મે ૨૦૨૨ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટ ૦.૪૦ ટકા વધાર્યો હતો. ત્યારબાદ જૂન મહિનામાં પણ બેઠક ઈ. જેમાં ૦.૫૦ ટકા વધારવામાં આવ્યો.

આરબીઆઈએ મે મહિનામાં લગભગ બે વર્ષ બાદ પહેલીવાર રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. બે વર્ષ સુધી રેપોરેટ માત્ર ૪ ટકા પર હતો. હવે તે વધીને ૫.૪૦ ટકા પર પહોંચી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.