Western Times News

Gujarati News

અંકલેશ્વરમાં બંદૂકની અણીએ બેંકમાં લૂંટ: પોલીસના ફાયરિંગમાં એક લૂંટારૂને ઈજા

પોલીસે રોક્યાતો લૂંટારૂઓએ ફાયરિંગ કરતાં પોલીસના ફાયરિંગમાં એક લૂંટારૂને ઈજા. 

પોલીસે નાકાબંધી કરી તો સામે કર્યું ફાયરિંગ : ૨૨.૭૦ લાખ, ૩ દેશી કટ્ટા અને ગોળીથી ઘવાયેલ એક લૂંટારું પોલીસના હિરાસતમાં

ઘટનાના પગલે જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી,એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં બુધવારે મધરાતે ફાયરિંગની ઘટનાનો ધુમાડો હજી સમ્યો નથી ત્યાં ગુરુવારે ધોળે દહાડે લૂંટ અને ફાયરિંગની વધુ એક વારદાત સામે આવી છે. ભરચક એવા પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકની શાખામાં ચાર જેટલા લૂંટારુઓએ તમંચાની અણી એ લૂંટ ચલાવી હતી.

અંકલેશ્વર શહેરની મધ્યમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર ત્રાટકેલા 4 જેટલા લુટારૂએ તંમચાની અણી એ લુટ ચલાવી હતી. પોલીસે સમયસર દોડી આવી લુટારૂનો પીછો કરી રાજપીપળા ચોકડી પાસે લુટારૂ ઉપર ફાયરિંગ કરી એક લુટારૂને ધાયલ કરી ઝડપી પાડીયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું.જે હાલ નાજીક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેર પોલીસ એ.એસ.એલ.,ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક વિભાગની મદદથી જ્યાં આ ઘટનાનો ભેદ ઉકેલવા તલસર્પશી તપાસ કરી રહી હતી ત્યાં જ વધુ અંકલેશ્વરની હચમચાવતી ઘટના ધોળે દહાડે બની છે.

પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાતકેલા ચાર જેટલા લૂંટારુંઓએ તમંચાની અણી એ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.જોકે ભરૂચમાં જ રેન્જ આઈજી આજે ઉપસ્થિત હોય અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લૂંટારુઓને પડકાર્યા હતા. લૂંટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પ્રતિકારમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો હોવાના હાલ બિનસત્તાવાર અહેવાલ સાંપડી રહ્યા છે.

ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત નો કાફલો દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી, ચેકીંગ સફહે4 લૂંટારુઓને ઝબ્બે કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જવાબી ફાયરિંગમાં એક લૂંટારું ઘવાયો હતો. જિલ્લા પોલીસ દ્વારા ૨૨.૭૦ લાખ,૩ દેશી કટ્ટા અને એક ઘવાયેલા લૂંટારુંને ઝડપી લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.