Western Times News

Gujarati News

સ્ટેટ બેંક સાથે ભાગીદારીમાં રિલાયન્સ પેમેન્ટ બેંક શરૂ કરશે

રાયપુર, સરકારી એકમોના ખાનગીકરણની આશંકાઓ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (State Bank of India) સાથે રિલાયન્સ પેમેન્ટ બેંક (Reliance Payment Bank partnership) કે આરપીબી ભાગીદાર બનવા જઈ રહી છે. રિઝર્વ બેંકે માર્ચ ર૦૧૭માં પેમેન્ટ બેંક શરુ કરવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મંજુરી આપી હતી. એ પછી ડિસેમ્બરથી રિલાયન્સ કંપની સ્ટેટ બેંક સાથે મળી પોતાનું બેંકનું સંચાલન કરશે.

RIL દ્વારા રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને (Registrar of Companies) લખવામાં આવેલા પત્ર મુજબ આરઆઈએલએ ૧ જુલાઈ ર૦૧૬ એ મુંબઈ સ્ટોક એકસચેન્જ (Bombay Stock Exchange) અને નેશનલ સ્ટોક એકસચેન્જને (National Stock Exchange) જાણ કરી હતી કે તે એસબીઆઈ સાથે એક ભાગીદારી ઉદ્યમ તરીકે પ્રવેશ કર્યો છે, જેમાં આરઆઈએસ ૭૦ ટકા ઈÂક્વટી રોકાણ સાથે પ્રમોટર હશે અને એસબીઆઈની (SBI State Bank of India) ભાગીદારી ૩૦ ટકા હશે.

રિલાયન્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે દેશના મોટા કોર્પોરેટ જુથ અને સૌથી મોટી બેંક એ હાથ મિલાવતા દેશનું બેંકીંગ પરિદૃશ્ય બદલાઈ જશે. મોબાઈલ સેગમેન્ટમાં અને જે રીતે ગ્રાહકોને સસ્તી અને નિશુલ્ક મોબાઈલ સેવા પુરી પાડી તેવું બેન્કીંગ ક્ષેત્રે બનશે.

SBI સાથે રિલાયન્સ પેમેન્ટ બેંકને ભાગીદાર બનાવવા સામે વિરોધ શરૂ થયો છે. સ્ટેટ બેંક ઓફીસર્સ એસોસીએશન (ચેન્નાઈ સર્કલ)ના મહામંત્રી અને અખિલ ભારતીય બેંક અધિકારી મહામંડળના અધ્યક્ષ થોમસ ડી ફેંકોએ આરઆઈએસ સામે પોતાનું કામ કઢાવવા લાંચ આપવાનો અને તોડફોડ કરવાનો આક્ષેપ કર્યો હતો. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.