Western Times News

Gujarati News

GTU આંતર ઝોનલ શૂટીંગ સ્પર્ધામાં SVITના ખેલાડી વિજેતા

જી.ટી.યુ. આંતર ઝોન શૂટિંગ સ્પર્ધાનું આયોજન તારીખ ૫/૮/૨૦૨૨ ના રોજ એચ એન શુક્લા કોલેજ, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૂટિંગ રેન્જ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ, ફાર્મસી, એમ બી એ, એમ સી એ અને આર્કિટેક્ચર કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

એસવીઆઈટી ખાતે તૃતીય વર્ષ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતી કુમારી રિયા પ્રજાપતિ ૧૦ મીટર એર પિસ્તોલ શૂટિંગમાં પ્રથમ ક્રમાંકે રહી હતી. જ્યારે તૃતીય વર્ષ એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા દેવાંગ લાખાણી ૧૦ મીટર એર રાઇફલ શૂટિંગમાં ચોથા સ્થાને રહ્યો હતો.

તેમના વ્યક્તિગત પરફોર્મન્સ અને સ્કોરની દૃષ્ટિએ બંને ખેલાડીઓને જીટીયુ શૂટિંગ ટીમમાં પસંદગી કરવામાં આવી છે જે હવે પછી આવનાર સમયમાં રાષ્ટ્રીય સ્તરની આંતર યુનિવર્સિટી એર શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિક કુમાર પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ,

ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટ્સ ડાયરેક્ટર) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી ખૂબ સુંદર પ્રદર્શન કરી વિજેતા થયેલ સર્વે ખેલાડીઓને  શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.