Western Times News

Gujarati News

નામની બુમ પાડો તો મગર પાણીમાંથી બહાર નીકળે છેઃ માણસ સાથે મગરની દોસ્તી

If you shout the name, the crocodile comes out of the water:

પ્રતિકાત્મક

મગરે ક્યારેય કોઈ વ્યક્તિ પર હુમલો નથી કર્યોઃ ગામના લોકો સમયસર મગર માટે માંસ લઈને આવતા હોય છે

વડોદરા,  વિશ્વામિત્રી નદીનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિના મગજમાં એક પ્રાણીનું નામ આવે, મગર. સામાન્યપણે દર વર્ષે ચોમાસાની ઋતુમાં એવા સમાચાર સામે આવતા હોય છે કે વિશ્વામિત્રી નદીમાંથી મગર વડોદરા શહેર અથવા નજીકના ગામોમાં આવી ગયા છે અને લોકોમાં ભયનો માહોલ જાેવા મળતો હોય છે.

પરંતુ કરજણના આ એક અંતરિયાળ ગામમાં સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. તમને ચોક્કસપણે વાંચીને નવાઈ લાગશે, પરંતુ અહીં ગામલોકોની મગર સાથે જબરદસ્ત દોસ્તી છે.

કોઠવાડા ગામના ઘણાં લોકો સમયસર નદી કિનારે આવે છે અને ત્યાં વસવાટ કરતા મગર પણ તેમને ઓળખતા થઈ ગયા છે. વર્ષોથી આ મગરનો અહીં વસવાટ છે, જેના કારણે જાણે તેમની વચ્ચે દોસ્તી થઈ ગઈ છે. જાે તમે કોઈ કારણોસર કોઠવાડા પહોંચો અને બહાર ઉભા રહીને લાલી નામથી બૂમ પાડશો તો તરત એક મગર પોતાના નવા મુલાકાતીને મળવા માટે બહાર નીકળશે.

ગામના એક સ્થાનિક રહેવાસી જણાવે છે કે, આ એક મગરની ગામના અમુક લોકો સાથે ખાસકરીને મિત્રતા થઈ ગઈ છે. જ્યારે પણ તેઓ તેનું નામ પોકારે છે, તે કિનારા પર આવી જાય છે.

અહીં અમે મગર સાથે આ પ્રકારનો અદ્દભુત બોન્ડ ધરાવીએ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે આખરે ખૂંખાર મગરો સાથે આ ગામના લોકોની મિત્રતા થઈ કેવી રીતે? સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાછલા ઘણાં વર્ષોથી ગામના અમુક લોકો મગર માટે માંસ લઈને નદી કિનારે આવે છે.

મગર આ માંસ ખાવા માટે બહાર આવતા હતા અને પછી સમયસર તેઓ આ પટ્ટા પર આવતા થઈ ગયા. આ જાેઈને ગામના અન્ય લોકોએ પણ મગર માટે ભોજન નાખવાની શરુઆત કરી દીધી, જેના કારણે મગર અને ગામલોકોનો સંબંધ વધારે મજબૂત બની ગયો. કોઠવાડા ગામ પાસે જે પટ છે ત્યાં લગભગ ડઝન જેટલા મગર આવતા હોય છે, પરંતુ આજ સુધી માણસ પર હુમલો કર્યો હોવાની એક પણ ઘટના બની નથી.

ગામના એક શખ્સ જણાવે છે કે, અમે નદીથી થોડા દૂર જ રહીએ છીએ અને પ્રાણી-માનવ વચ્ચેની જે સીમા છે તેનું સન્માન કરીએ છીએ. એક્ટિવિસ્ટ નેહા પટેલે જણાવ્યું કે, મેં મારી નજરે જાેયું કે જ્યારે એક સ્થાનિકે મગરનું નામ લીધું, તે ધીરેથી પાણીની બહાર આવ્યું.

મારા માટે આ ચોંકાવનારી બાબત હતી કારણકે આવું જવલ્લે જ જાેવા મળતું હોય છે. મોટાભાગે લોકો મગરથી ડરતા હોય છે, પરંતુ અહીં જે પ્રેમ જાેવા મળ્યો તે ખરેખર અજાેડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.