Western Times News

Gujarati News

‘હર ઘર તિરંગા’ ઝુંબેશમાં જોડાનાર ગોલ્ડી સોલાર સૌપ્રથમ ખાનગી કંપની બની 

harghartiranga campaign goldi solar

75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં 75,000 રાષ્ટ્રધ્વજના વિતરણ અને સ્થાપન મારફતે ઝુંબેશને વેગ આપવાનું વચન આપે છે

સુરત, ભારત, 7 ઓગસ્ટ, 2022: ભારતની ગુણવત્તા પ્રત્યે અત્યંત સભાન સોલાર બ્રાન્ડ એવી ગોલ્ડી સોલારએ ‘હર ઘર તિરંગા’ ઝુંબેશમાં પોતાના સમર્થનની જાહેરાત કરી છે અને ગુજરાતમાં 75,000 રાષ્ટ્રધ્વજનું વિતરણ અને સ્થાપન કરવાનું વચન આપનારી પ્રથમ કંપની બની છે.

આ પ્રવૃત્તિ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર જેવા શહેરો અને અન્ય મોટા શહેરોના ઘરો અને ઓફિસોને આવરી લેશે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ હેઠળ ઓગસ્ટમાં દેશમાં ત્રણ દિવસ માટે 20 કરોડથી વધુ ઘરોમાં તિરંગાને લહેરાવવામાં આવશે.

harghartiranga campaign goldi solar
આ જાહેરાત પર ટિપ્પણી કરતા ગોલ્ડી સોલારના મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઇશ્વર ધોળકીયા એ જણાવ્યું હતુ કે, “ત્રિરંગો એ ભારતીય તરીકેની આપણી ઓળખનું પ્રતીક છે. અમારું માનવું છે કે સરકારનું ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવવાની પ્રેરણા આપશે.

ગોલ્ડી સોલાર મેઇક ઇન ઇન્ડિયા હોવા માટે માટે ગર્વ ધરાવે છે અને અમે આ સાહસને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા અને આપણા  દેશના લોકો માટે અમારું યોગદાન માનીએ છીએ જેમણે ગોલ્ડીને સફળતાની નવી ઊંચાઈ સુધી પહોંચાડવા માં મદદ કરી છે.”

ગોલ્ડી સોલાર ના સ્થાપના દિવસથી જ પીપોદરા સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર દરરોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને આવી પહેલ કરનાર અંકલેશ્વર થી નવસારી સુધીના પટ્ટામાં એક માત્ર કંપની છે, તદુપરાંત પ્લાન્ટ માં કામ કરતા કર્મચારીઓ માં પણ રાષ્ટ્ર ભાવના મજબૂત થાય તે હેતુ દરરોજ એક તાલીમ પામેલ સિક્યુરિટી ગાર્ડ

અને એક કર્મચારી દ્વારા વિધિવત રીતે ફ્લેગ હોસ્ટિંગ અને ફ્લેગ ઓફ કરવામાં આવે છે અને આ કામગીરી સ્થાપના દિવસથી લઈને આજ પર્યંત સુધી અવિરત પણે કરવામાં આવે છે. તદુપરાંત દરેક સ્વાતંત્ર્ય દિવસે અને ગણતંત્ર દિવસે કંપની ના ગાર્ડન એરિયામાં 500 થી વધારે કર્મચારીઓ સાથે મળીને ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવે છે તથા આ દિવસે આ વિસ્તારની જાહેર જનતાને પણ આ કાર્યક્રમ માં સામેલ કરવામાં આવે છે.

તદુપરાંત હર ઘર તિરંગા અભિયાન ને લઈને એમણે જણાવ્યું કે અત્યાર સુધી, આપણો ધ્વજ માત્ર અદાલતો, શાળાઓ, વહીવટી કચેરીઓ વગેરે જેવી સંસ્થાઓ સુધી સીમિત હતો. જો કે, આ અભિયાન આપણા દેશના લોકોને વ્યક્તિગત સ્તરે ત્રિરંગા રાષ્ટ્રધ્વજ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરશે

અને વિવિધતામાં એકીકરણને પણ પ્રોત્સાહન આપશે. જ્યારે આપણે આપણો ધ્વજ લહેરાવીશું, તે દેશભક્તિ અને દેશ પ્રત્યે પ્રેમની ભાવના જગાવશે. તેનાથી દેશવાસીઓમાં દેશભક્તિની લાગણી વધશે અને દેશના નાગરિકો રાષ્ટ્રધ્વજ વિશે વધુ જાગૃત થશે. તેનાથી રાષ્ટ્રધ્વજનું સન્માન વધશે.

ગોલ્ડી સોલાર ના ડિરેક્ટર શ્રી ભરત ભુત એ જણાવ્યું હતું કે, “ગોલ્ડી સોલાર હાલમાં ગુજરાતમાં બે અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. અમે ઘર અને ઉદ્યોગ ની છત તેમજ ઉદ્યોગ પરિસરમાં સોલાર પ્લાન્ટ પણ સ્થાપિત કરીએ છે. ગુજરાતમાં દરેક ત્રીજી છત અમારા દ્વારા સોલારાઇઝ કરવામાં આવે છે.

અમે રાજ્યમાં ટકાઉપણું, આરોગ્યસંભાળ, શિક્ષણ, પશુ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને કુદરતી આફતોના ક્ષેત્રમાં અનેક પરોપકારી પહેલો હાથ ધરી છે અને ધરીએ છીએ. અમે તાજેતરમાં ગુજરાતમાં આવેલા દુધાળા નામના સંપૂર્ણ ગામને સોલારાઇઝ ગામ કર્યું છે. જે આ દેશ માં અને કદાચ વિશ્વમાં પહેલું એવું ગામ હશે જેના રહીશો પોતાની જરૂરિયાતની સંપૂર્ણ વીજળી સોલાર દ્વારા મેળવતા હશે જેનું શ્રેય ગોલ્ડી સોલાર અને એમના સંસ્થાપકો ને જાય છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.