Western Times News

Gujarati News

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૬૬૩ અમૃત સરોવર પર ધ્વજવંદન કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અરવલ્લીના ધનસુરા સ્થિત અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના

તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે.  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે. જે પૈકી 33 જિલ્લામાં સ્થિત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જ્યારે  ૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવ્યા.

રાજ્ય સરકારના આયોજન અનુસાર અમૃત સરોવર થકી પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે તેવો લક્ષ્યાંક છે. જેનાથી ધનસુરા તાલુકાના ગામોને સિંચાઈમાં ફાયદો થશે. આમ, ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથોસાથ જરૂર પડ્યે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકશે.

મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત વખતે કલેકટર શ્રી નરેન્દ્ર મીના, ઇન્ચાર્જ DDO શ્રી સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. આ વેળાએ ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની રોશની કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.