Western Times News

Gujarati News

બોયકોટ બોલિવુડ ટ્રેન્ડ પર બોલીને જબરો ફસાયો અર્જુન

મુંબઈ, બોલિવુડ એક્ટર અર્જુન કપૂરે તાજેતરમાં જ હિન્દી ફિલ્મોના બોયકોટને લઈને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પોતાનો પક્ષ મૂક્યો હતો. અર્જુને કહ્યું હતું કે, આ મુદ્દે ચૂપ રહીને કલાકારોએ ભૂલ કરી છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શાલીનતાનો લોકોએ ગેરલાભ ઉઠાવ્યો છે.

અર્જુન કપૂરે આ નિવેદન તો આપી દીધું પરંતુ હવે લોકોએ તેનો ઉધડો લેવાનું શરૂ કર્યું છે. ફરી એકવાર તે લોકોના નિશાને ચડ્યો છે. અર્જુન કપૂરની એક્ટિંગ સ્કીલથી માંડીને મલાઈકા અરોરા સાથેના તેના સંબંધને લઈને તેની ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર ઈંછદ્ઘિેહદ્ભટ્ઠॅર્ર્િ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લોકો પોતાનો બળાપો કાઢી રહ્યા છે. લોકો આખરે અર્જુન કપૂરના કયા નિવેદન પર રાતાપીળા થઈ રહ્યા છે તે વિસ્તારથી જાણી લઈએ. ‘એક વિલન રિટર્ન્સ’ના એક્ટરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે અમે આ મુદ્દે મૌન રહીને મોટી ભૂલ કરી છે અને આ અમારી શાલીનતા હતી પરંતુ લોકોએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો.

અમારું કામ બોલશે એ વિચારીને પણ મોટી ભૂલ કરી નાખી. હંમેશા હાથ ખરાબ કરવાની જરૂર નથી હોતી પરંતુ ઘણું સહન કર્યું છે અને હવે લોકોએ આ વાતને પોતાની આદત બનાવી લીધી છે. હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે જે ખોટું છે.

બોયકોટ બોલિવુડ’ ટ્રેન્ડ પર અર્જુને આપેલા આ નિવેદન બાદ લોકોએ તેને આડેહાથ લીધો છે. લોકોએ તેની સામે જ સવાલ ઊભા કર્યા છે. જુઓ અહીં લોકો અર્જુન માટે શું-શું કહ્યું છે? અર્જુન કપૂર કોણ છે? નેપોટિઝમની પ્રોડક્ટ છે. એક એક્ટર જે એક્ટિંગ નથી કરી શકો અને એક એત્ટર જે પોતાના અસલી દર્શકો સામે જંગ શરૂ કરવાની કોશિશ કરે છે.

પડકાર સ્વીકાર્ય છે. અર્જુન કપૂર તાજેતરમાં જ કરણ જાેહરના ચેટ શો ‘કોફી વીથ કરણ ૭’માં બહેન સોનમ કપૂર સાથે દેખાયો હતો. જ્યાં સોનમે કહ્યું હતું કે, અર્જુન તેની બહેનોના બધા જ મેલ ફ્રેન્ડ સાથે ઊંઘી ચૂક્યો છે.

આ વાત પર લોકોએ અર્જુનના ઉછેર પર સવાલ ઉઠાવ્યા છે. લોકોએ પૂછ્યું ‘શું આ પ્રોગ્રેસિવ પરિવાર છે?’ એક યૂઝરે અર્જુનને સલાહ આપતાં લખ્યું, ‘મનોરંજન ઈન્ડસ્ટ્રીને ઘમંડના કારણે જ બોયકોટ સહન કરવું પડી રહ્યું છે. હવે લોકોને વધુ ઉશ્કેરો નહીં. બહુમતિના અભિપ્રાયને નજરઅંદાજ કરશો તો વધુ વેઠવાનો વારો આવશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.