Western Times News

Gujarati News

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર ખતરો

રાંચી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરોનને મોટો ઝટકો લાગ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચે ઝારખંડના સીએમ હેમંત સોરેનની સદસ્યતા રદ કરવા માટે રાજ્યપાલને ભલામણ મોકલી છે. ચૂંટણી પંચે ઓફિસ ઓફ પ્રોફિટ હોવાના આરોપો પર પોતાનો અભિપ્રાય મોકલ્યો છે.
હેમંત સોરેન સાથે સંબંધિત માઈનિંગ લીઝ કેસમાં ઓફિસ ઓફ પ્રોફિટ માટે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરવાની માંગ કરવામાં આવી હતી. જે બાદ રાજભવન દ્વારા આ મામલો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. પંચમાં બંને પક્ષો વતી દલીલો રજૂ કરવામાં આવી હતી. ચૂંટણી પંચમાં દલીલો ૧૮ ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. જે બાદ હવે કમિશને પોતાનો અભિપ્રાય રાજ્યપાલને મોકલી દીધો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ઝારખંડમાં ગેરકાયદેસર માઇનિંગ કેસમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પ્રેમ પ્રકાશ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રકાશને બુધવારે બપોરે લગભગ ૨ વાગ્યે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની ફોજદારી કલમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તેને રાંચીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં એજન્સી તેની કસ્ટડી માંગશે.

આ કેસમાં આ ત્રીજી ધરપકડ છે. અગાઉ, ઈડીએ આ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજકીય સહયોગી પંકજ મિશ્રા અને મિશ્રાના સહયોગી અને બાહુબલી બચ્ચુ યાદવની ધરપકડ કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.