Western Times News

Gujarati News

પીએમ મોદીના કાર્યક્રમમાં મેદની ભેગી કરવા એસટી તંત્ર ૨૪૦૦ બસ દોડાવેશે

File

ગાંધીનગર, ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમની બસો જાણે સરકારી મેળાવડામાં લોકોને લાવવા – લઇ જવા માટે વાપરવાનો વણલખ્યો નિયમ થઇ ગયો હોય તે રીતે સામાન્ય મુસાફરોની સુવિધા સ્થગિત કરીને સરકારી કાર્યક્રમોમાં એસ.ટી. બસો દોડતી રહી છે.

દેશના વડાપ્રધાનનો તા. ૨૮નાં કચ્છમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પણ રાજ્યનાં જૂદા – જૂદા ૧૩ એસ.ટી. ડિવિઝનની અંદાજે ૨૪૦૦ બસો ફાળવવામાં આવતા એ દિવસો દરમિયાન અનેક મુસાફરોએ કલાકો સુધી એસ.ટી. બસ પકડવા માટે હાલાકી ભોગવવી પડશે.

રાજ્ય સરકાર દ્વારા કચ્છના કાર્યક્રમ માટે જે એસ.ટી. બસો ફાળવવાની સુચના આપવામાં આવી છે. તેમાં સૌથી વધુ ૪૦૦ – ૪૦૦ એસ.ટી. બસોનો નડીયાદ અને મહેસાણા ડિવિઝનની ફાળવવાની સુચના આપવામાં આવી છે.

તેથી એ વિસ્તારમાં અનેક એસ.ટી. બસનાં રૂટમાં કાપ મુકીને કચ્છના કાર્યક્રમ માટે એસ.ટી. બસો દોડાવવામાં આવશે. એ જ રીતે પાલનપુર એસ.ટી. ડિવિઝનની ૨૫૦ અમદાવાદ ડિવિઝનની ૨૦૦ હિંમતનગરથી ૧૮૫ જ્યારે સૌરાષ્ટ્રમાંથી રાજકોટ એસ.ટી. ડિવિઝનની ૨૧૦, જામનગર અને અમરેલીની ૧૦૦ – ૧૦૦, જૂનાગઢ એસ.ટી. ડિવિઝન ૧૨૫ ઉપરાંત ભુજ, ભાવનગર, ગોધરા સહિતનાં એસ.ટી. ડિવિઝનની એસ.ટી. બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસ.ટી.

કર્મચારી સુત્રોનાં જણાવ્યા અનુસાર દૂર – દૂરના એસ.ટી. ડિવિઝનનો બસો કચ્છ જિલ્લાનાં હવાલે મુકવા માટે તા. ૨૭ના અમુક ડિવિઝનોએ એસ.ટી. બસનાં રેગ્યુલર રૂટમાં કાપ મુકવો પડયો છે. તેથી તા. ૨૭ અને તા. ૨૮ દરમિયાન અનેક જગ્યાએ એસ.ટી. બસોનાં સ્થાનિક રૂટ સ્થગિત કરવા પડશે. બે દિવસ દરમિયાન મુસાફરોએ બસ પકડવા માટે હાલાકી ભોગવવી પડશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.