Western Times News

Gujarati News

ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના ગામોને પ્રાપ્ત થઈ મેટ્રોસિટી બસ સેવા

Dang district Metrocity bus service

(ડાંગ માહિતીે)ઃ આહવાઃ ડાંગ જિલ્લાના છેવાડે આવેલા સુબિર તાલુકાના સરહદી વિસ્તારના ગામોને એસ.ટી. બસની સુવિધા મળી રહે તે માટે એક જાગૃત નાગરિક દ્વારા, દર માસે યોજાતા ‘મુખ્યમંત્રીશ્રીના સ્વાગત કાર્યક્રમ’ મા રજુઆત કરવામા આવી હતી. જેની ફળશ્રુતિ રૂપે આ વિસ્તારના અંતરિયાળ ગામોને એસ.ટી.બસની સુવિધા પ્રાપ્ત થવા પામી છે.

ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાની અધ્યક્ષતામા યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમા ચિંચવિહીર ગામના જાગૃત નાગરીક શ્રી સખારામ લાસ્યાભાઈ ચૌધરીએ, સુબિર તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને એસ.ટી. બસ સેવાનો લાભ આપવાની રજુઆત કરી હતી. જેને સંવેદનાપૂર્વક લેતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ, જી.્‌. વિભાગને આ અંગે હકારાત્મક કાર્યવાહીના દિશાનિર્દેશ આપ્યા હતા.

જેને પગલે વલસાડ એસ.ટી. ડિવિઝનના વિભાગિય નિયામકશ્રીએ તાત્કાલિક આહવા થી સુબિર અને ત્યાંથી ગારખડી, પીપલાઈદેવી જેવા દુર્ગમ વિસ્તારોને સાંકળતી મેટ્રોસિટી બસ સેવાનો પ્રારંભ કરતા, અરજદાર તથા ગ્રામીણ પ્રજાજનોમા ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

સુબિર તાલુકાની મેટ્રો ઈન્ટરસિટી બસ સેવાના નિયત સમય પત્રક મુજબ (૧) આહવા-સુબિર ઃ સવારે ૫ઃ૦૦ વાગ્યે (૫૬.૬૨ કી.મી), વાયા ધવલીદોડ, ધુડા, પીપલાઈદેવી, ચિંચવિહીર, પીપલદહાડ, અને સુબિર (૨) સુબિર–ગારખડી ઃ સવારે ૬ઃ૪૦ વાગ્યે (૪૨.૫૩ કી.મી) વાયા પીપલદહાડ, બરડીપાડા,

(૩) ગારખડી–સુબિર ઃ સવારે ૮ઃ૦૦ વાગ્યે (૪૨.૫૩ કી.મી), વાયા બરડીપાડા, પીપલદહાડ, (૪) સુબિર–પીપલાઈદેવી ઃ ૯ઃ૨૦ વાગ્યે, (૩૨.૩૭ કી.મી), વાયા પીપલદહાડ, ચિંચવિહીર, (૫) પીપલાઈદેવી–સુબિર ઃ ૧૦ઃ૩૦ વાગ્યે (૩૨.૩૭ કી.મી), વાયા ચિંચવિહીર, પીપલદહાડ, તથા (૬) સુબિર–આહવા ઃ ૧૧ઃ૪૦ વાગ્યે (૫૬.૬૨ કી.મી), વાયા સુબિર, પીપલદહાડ, ચિંચવિહીર, પીપલાઈદેવી, ધુડા તથા ધવલીદોડ રુટનો સમાવેશ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.